રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની શક્યતા, જાણો શું છે નવી આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાકથી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાનની આગાહી પ્રમાણે કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ઠંડી વધી હતી. જો કે હાલ રાજ્યના વાતાવરણની વાત કરવામાં આવે કેટલાક શહેરોમાં રાત્રે અને વહેલી સવીરે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવે ભર શિયાળે માવઠું પડવાની શક્યતા પણ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
કમોસમી વરસાદની શક્યતા
તાજેતરમાં જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે અનુસાર, નવા વર્ષની શરૂઆતમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર રાજ્યમાં જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમજ જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે.
ખેડૂતોમાં ચિંતા વ્યાપી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરીમાં કમોકસમી વરસાદ પડવાની આગાહી કરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અગાઉ ચોમાસામાં વરસાદે પાકને બગાડ્યો હતો. રવિ સિઝનમાં પણ વરસાદ પાકને નુકશાન કરી શકે તેવી ભિતી સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. મહત્વનું છે કે આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોએ રવિપાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ત્યારે જો કમોસમી વરસાદ પડશે તો રવિપાકને ભારે નુકશાની થઈ શકે છે.
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ ફરીથી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. સૌથી વધારે ઠંડી કચ્છના નલિયામાં 6.2 ડિગ્રી નોંધાઇ છે. તો ભુજનુ 10.6 અને કંડલાનું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમા તાપમાનમાં હજુ ઘટાડો થશે. આગામી 24 કલાક વાતાવતરણ સુકૂં રહેશે.તો 48 કલાક તાપમાન ગગડશે અને ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી અનુસાર હવે રાજ્યમાં ઠંડીમાં વધારો થતો જોવા મળશે
આ પણ વાંચો : દ્વારકાના અરબ સાગરમાં સલાયાનું માલવાહક જહાજ ડૂબ્યું, 12 ખલાસીઓનો બચાવ