ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો કયારે ખાબકશે મેઘો

Text To Speech
  • નલિયામાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયું
  • આગામી દિવસોમાં તાપમાનમાં નીચુ રહેવાની શક્યતા
  • કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં 25 અને 26 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે. તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે.

ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આગામી દિવસોમાં તાપમાનમાં નીચુ રહેવાની શક્યતા

5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં નીચુ રહેવાની સંભાવના છે. ત્યારે નલિયામાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા ગાંધીનગરમાં 19, વડોદરામાં 20 ડિગ્રી તાપમાન, કચ્છ ભુજમાં 17.7, ડીસામાં 19 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરત 23.6, ડીસા 19 તથા દ્વારકા 20.6 તેમજ ઓખા 24.8માં તાપમાન રહ્યું છે.

કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી

ગુજરાચતમાં ઠંડીની જગ્યાએ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે.

Back to top button