ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?
World Cup : ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ જયારે વર્લ્ડ-કપ અને ગરબા રસિકો માટે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી અને વર્લ્ડ-કપ માટે વરસાદ અંગે માહિતી આપી છે.
5 ઓક્ટોબરથી વર્લ્ડ-કપ અને 15 ઓક્ટોબરથી નવરાત્રી થશે શરુ
વર્લ્ડ-કપ માટે વોર્મ-અપ મેચ શરુ થઇ ગઈ છે જયારે 5 ઓક્ટોબરથી આ વર્લ્ડ-કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચએ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. અને 14મી ઓક્ટોબર અને નવરાત્રીના એક દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 15 ઓક્ટોબર થી નવરાત્રી પણ શરુ થઇ જશે.
શું કહ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ..?
આ વર્લ્ડ-કપ અને નવરાત્રી પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જયારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ,આ વર્લ્ડ-કપની પહેલી મેચમાં વરસાદ વરસવાની સંભાવના રહેલી છે,જયારે અને નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 10 થી 14 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ દરમ્યાન 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાન મેચ માટે લોકોનો ભારે ઉત્સાહ
આ ભારત અને પાકિસ્તાન મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તાજ ગ્રુપની 14થી16 ઓક્ટોબરની હોટલો બુક થઈ ગઈ છે.હોટલ ઉપરાંત અમદાવાદમાં મેચ દરમ્યાનના વિમાની ભાડા પણ વધારો થયો છે. ડોમેસ્ટીક ઉપરાંત ઈન્ટરનેશનલ ફલાઈટના ભાડા પણ ઉંચા થવા લાગ્યાના સંકેત છે.આ મેચ માટે ભારત બહારથી પણ લોકો આ મેચ જોવા માટે આવી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન મેચ દરમ્યાન રહી શકે છે વાદળછાયું વાતાવરણ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર 14 ઓક્ટોબરે વર્લ્ડ-મેચ દરમ્યાન વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ થવાની સંભાવના છે જયારે 7 ઓક્ટોબરે પશ્વિમી વિક્ષેપના કારણે વરસાદ થવાની પણ શક્યતા રહેલી જોવા મળે છે. આ ઉપરાંત 17થી 20 ઓક્ટોબર દરમ્યાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ભારત અને પાકિસ્તાન મેચ માટે આપવામાં આવી ગોલ્ડન ટિકિટ
આ વર્લ્ડ -કપ 2023ને લઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર આ ઉપરાંત સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને પણ BCCI સેક્રેટરી જય શાહ દ્વારા ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં