- 12 જુલાઈ પછીથી રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે
- દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદ રહેશે
- બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનુ પહેલી ડીપ ડિપ્રેશન બનશે
ગુજરાત રાજ્યમાં ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે. જેમાં આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે.
દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદ રહેશે
ઉલ્લેખનીય છે કે દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદ રહેશે. તથા ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે. જેના કારણે રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે. આઈએમડીના જણાવ્યા મુજબ આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરુચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે.
12 જુલાઈ પછીથી રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 જુલાઈ પછીથી રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે. ત્યારબાદ 15 જુલાઈથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. 18થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરિસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનુ પહેલી ડીપ ડિપ્રેશન બનશે.