ગુજરાત

ગુજરાતના આ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના

Text To Speech
  • જિલ્લામા આજે છૂટોછવાયો હળવો વરસાદ નોંધાઈ શકે છે
  • ઉત્તર ગુજરાતમા મંગળવારે 36 અને 37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું
  • વરસાદના કારણે વાતાવરણમા ભેજનુ પ્રમાણ જોવા મળશે

ઉત્તર ગુજરાતમા ચાર દિવસથી સર્જાયેલ વાદળછાયા વાતાવરણથી મંગળવારે છુટકારો મળ્યો હતો. આકાશમાંથી વાદળો હટતા મહત્તમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. તાપમાન વધતા ગરમી સાથે બફરો પણ વધ્યો હતો.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતે મુખ્યમંત્રીની હાજરીમાં સર્જ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ઉત્તર ગુજરાતમા મંગળવારે 36 અને 37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું

ઉત્તર ગુજરાતમા મંગળવારે 36 અને 37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ 4થી 5 દિવસ દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળશે નહીં. તો 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોમા છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાનગી વેબસાઈટના આંકડા અનુસાર અરબી સમુદ્રમાથી ઉદભવેલ બિપોરજોય વાવઝોડાની અસર ધીરે ધીરે ઓસરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ સાત જિલ્લામાં પીવાના પાણીનો કકળાટ વધ્યો

મંગળવારે આકાશમાંથી વાદળો પણ હટયા હતા

મંગળવારે આકાશમાંથી વાદળો પણ હટયા હતા. ઉત્તર ગુજરાત પરથી વાદળો હટી જતા દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના રહીશોએ ગરમીનો અનુભવ કર્યો હતો. વાદળો હટવાથી મહત્તમ તાપમાનમા એકથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ત્રણ દિવસ પૂર્વે પડેલા વરસાદના કારણે વાતાવરણમા ભેજનુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમા ભેજની હાજરીના કારણે બફરો અને ગરમીમા વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો:  અમદાવાદ: ઈન્સ્ટાગ્રામથી યુવાન સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડ્યો 

જિલ્લામા આજે બુધવારે છૂટોછવાયો હળવો વરસાદ નોંધાઈ શકે છે

જોકે મંગળવારે આકાશમાથી વાદળો હટી જતા તાપમાનમા વધારો નોંધાયો હતો. તેને કારણે તાપમાનનો પારો 36 અને 37 ડિગ્રી જેટલો નોંધાયો હતો. તો ઉત્તર ગુજરાતના પાંચ મુખ્ય શહેરો પૈકી પાલનલુર અને મોડાસાનું36 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જયારે મહેસાણા, પાટણ અને હિંમતનગર 37 ડિગ્રી ગરમીમા શેકાયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લામા આજે બુધવારે છૂટોછવાયો હળવો વરસાદ નોંધાઈ શકે છે.

Back to top button