ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં અમુક જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના

Text To Speech
  • મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે
  • કંડલામાં સૌથી વધુ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ
  • ગુજરાત રાજ્યમાં તાપમાન 1 ડિગ્રી આસપાસ વધ્યુ

ગુજરાતમાં અમુક જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં તાપમાન 1 ડિગ્રી આસપાસ વધ્યુ છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેમાં વરસાદ ન હોવાથી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનો અનુભવ થયો છે.

કંડલામાં સૌથી વધુ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ

કંડલામાં સૌથી વધુ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ છે. અમુક જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. તેમજ બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, સુરેન્દ્રનગર,અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ અગામી સમયમાં આ સિસ્ટમ સક્રિય પણ થઈ શકે છે. હાલ ભેજવાળુ વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે.

મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે

રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે. તથા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. દેશના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા અને તટીય કર્ણાટકના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Back to top button