ચેમ્પિયન્સ ટ્રોફી SA vs NZ : બીજી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો ટોસ જીતી બેટિંગનો નિર્ણય


લાહોર, 5 માર્ચ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલમાં આજે દક્ષિણ આફ્રિકાની ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ રવિવારે ભારતીય ટીમ સામે ટકરાશે. મંગળવારે રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલની રેસમાંથી બહાર ફેંકી દીધું હતું.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11
રેયાન રિક્લેટન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગીડી.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમ્સન અને વિલ ઓ’રર્કે.