ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs NZ: ઐયરે બનાવ્યો શરમજનક રેકોર્ડ

Text To Speech

દુબઈ, તા. 2 માર્ચ, 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ Aની મેચ દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટના નુકસાન પર 249 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ ઐયરે સર્વાધિક 79 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 45 રન અને અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ ઝડપી હતી.

જ્યાં શ્રેયસ ઐયરે શરૂઆતના પરાજય પછી ટીમ ઈન્ડિયાને બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે, તેણે કુલ 98 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તેણે 80.61ના સ્ટ્રાઇક રેટથી 79 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને બે શાનદાર છગ્ગા જોવા મળ્યા હતા.ઐયરે ચોક્કસપણે શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમ ઇન્ડિયાને સંકટમાંથી બચાવી હતી.પરંતુ આ દરમિયાન મના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો. તેણે 75 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે અત્યાર સુધીની વનડેમાં તેની સૌથી ધીમી અડધી સદી છે. આજની મેચ પહેલા, તેણે 2022 માં વેસ્ટ ઈન્ડિઝ સામે 74 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ હવે તેણે પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને એક નવો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો

મેચ દરમિયાન શ્રેયસ ઐયરની ધીમી બેટિંગનો અંદાજ તમને એ વાત પરથી લાગી શકે છે કે તેના બેટમાંથી પ્રથમ ચોગ્ગો 31 બોલે આવ્યો હતો. દાન પર ઘણીવાર છગ્ગા અને ચોગ્ગા ફટકારનાર ઐય્યર આજની મેચમાં ફક્ત ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી શક્યો હતો.

આ પણ વાંચોઃ માધવી પુરી બુચ સામે થશે FIR, મુંબઈ કોર્ટનો આદેશ

Back to top button