ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી IND vs PAK : પાકિસ્તાને ટોસ જીત્યો, ભારત પ્રથમ બોલિંગ કરશે

Text To Speech

દુબઇ, 23 ફેબ્રુઆરી : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાન પર મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. જે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે.

જો જોવામાં આવે તો દુબઈમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે. ભારતીય ટીમ એશિયા કપ 2018માં પાકિસ્તાન સામે બે વખત ODI રમી, બંને વખત જીતી. ભારતે અગાઉ 2018 એશિયા કપમાં પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં પાકિસ્તાની ટીમને 9 વિકેટે હરાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં પાકિસ્તાન ભારતીય ટીમને ત્રણ વખત હરાવીને આગળ છે. પાકિસ્તાની ટીમે 2004માં ઈંગ્લેન્ડમાં, 2009માં દક્ષિણ આફ્રિકામાં અને 2017માં લંડનના ધ ઓવલ ખાતે યોજાયેલી ફાઈનલ જીતી હતી. બંને દેશો વચ્ચે વનડેમાં કુલ 135 વનડે રમાઈ છે. ભારતે 57 વખત અને પાકિસ્તાન 73 વખત જીત્યું હતું. 5 મેચના પરિણામ જાહેર થઈ શક્યા નથી.

ભારતના પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.

પાકિસ્તાનની પ્લેઈંગ 11: બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહેમદ, હારીસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.

 

આ પણ વાંચો : ઘરે બેઠા મહાકુંભમાં ‘ડિજિટલ સ્નાન’, અનોખા સ્ટાર્ટઅપનો વીડિયો વાયરલ

Back to top button