ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી Ind vs Nz ફાઈનલ : ન્યૂઝીલેન્ડનો ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય

Text To Speech

દુબઈ, 9 માર્ચ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 09 માર્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે.

જો ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેઓ પણ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી ચુક્યા છે જેમાંથી 3માં જીત અને એકમાં હાર થઈ છે. એ હાર ભારત સામેની મેચમાં જ થઈ હતી. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યુઝીલેન્ડે બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

બંને ટીમના ખેલાડીઓ

ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટમાં), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (સી), કાયલ જેમીસન, વિલિયમ ઓ’રર્કે, નાથન સ્મિથ.

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

Back to top button