Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસવાલ બહાર, આ બે ખેલાડીઓને મળ્યો મોકો


નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈંડિયા ટેન્શનમાં આવી ગઈ છે. ટીમ ઈંડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટૂર્નામેન્ટમાં રમશે કે નહીં તેના પર એક મોટી અપડેટ સામે આવી છે. જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને આરામ કરવાની સલાહ મળી હતી. તો વળી બુમરાહ હાલમાં જ બેંગલુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેંસમાં પીઠનું સ્કેન કરાવવા પહોંચ્યો હતો. પણ ભારતના આ મોટા મેચ વિનરની હાલમાં મેદાનમાં વાપસી થવાની નથી.
પીઠની ઈજામાંથી નથી મળ્યો આરામ
ઈએલપીએનક્રિકઈંફોના રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. જેના કારણે તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. જો કે બેંગલુરુમાં બુમરાહ જ્યારે સ્કેન કરાવવો ગયો તો કંઈ પણ અસામાન્ય જોવા મળ્યું નહોતું. પણ તે બોલિંગ કરવા માટે તૈયાર નથી. સંભાવના છે કે થોડા અઠવાડીયામાં તે દોડવાનું શરુ કરી દેશે અને ત્યાર બાદ ધીમે ધીમે બોલિંગ કરવાનું શરુ કરી દેશે. ત્યાં સુધી તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.
ટીમ ઈંડિયામાં આ બે ખેલાડીઓને મોકો મળ્યો
અહીં ઉલ્લેખનિય છે કે 18 જાન્યુઆરીના રોજ જાહેર થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટેની 15 સભ્યોવાળી ટીમમાં સામેલ નથી કર્યો. પણ હવે બીસીસીઆઈએ ટીમ ઈંડિયામાં ફેરફાર કરવો પડશે. બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને સામેલ કર્યો છે, જેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝમાં બુમકરાહના બેકઅપ તરીકે લીધો હતો. હર્ષિત રાણાએ આ સીરીઝમાંથી વન ડે ડેબ્યૂ પણ કર્યું છે.
આ ઉપરાંત ઓપનર યશસ્વી જયસવાલને પણ ટીમમાંથી બહાર રહેવું પડશે. તેની જ્યાએ સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં એન્ટ્રી મળી છે. જો કે યશસ્વીને નોન ટ્રાવેલિંગ સબ્સિટ્યૂટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, શિવમ દૂબેને પણ નોન ટ્રાવેલિંગ સબ્સિટ્યૂટ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 12 ફેબ્રુઆરી, 2025: મિથુન રાશિના લોકોને નોકરીમાં પરિવર્તનની શક્યતા છે