Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલ માટે 4 ટીમ ફિક્સ થઈ ગઈ, જાણો કોની સાથે કઈ ટીમની ટક્કર થશે?

ICC Champions Trophy 2025 Semifinal: સાઉથ આફ્રિકાની ટીમે 1 માર્ચના રોજ કરાચીમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 11મી મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવી. તેની સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ માટે ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. ગ્રુપ એમાંથી પહેલા જ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમા આવી ગઈ છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ગ્રુપ બીમાંથી સૌથી પહેલા સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો અને બાદમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને શાનથી સીમેફાઈનલમાં પોતાની જગ્યા બનાવી. ટૂર્નામેન્ટની સેમીફાઈનલ માટે ચારેય ટીમ ભલે નક્કી થઈ ગઈ હોય પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, નોટઆઉટ રાઉન્ડ હવે કઈ ટીમને કોની સાથે ટક્કર થશે.
હકીકતમાં જોઈએ તો, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 2 માર્ચના રોજ દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ રમાવાની છે. આ ટૂર્નામેન્ટની 12મી મેચ હશે. આ મેચના પરિણામથી ખબર પડી જશે કે સેમીફાઈનલમાં ભારત કઈ ટીમ સાથે રમશે અને ન્યૂઝીલેન્ડની કોની સાથે ટક્કર થશે. ગ્રુપ બીની તમામ મેચ સમાપ્ત થઈ ચુકી છે. સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર ફિનિશ કરવામાં સફળ રહી, તો વળી ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહી.
સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે?
જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો, ભારત અને ન્યુઝીલેન્ડના 2 માંથી 2 મેચ જીત્યા બાદ 4-4 પોઈન્ટ સમાન છે પરંતુ સારા નેટ રન રેટને કારણે, કિવી ટીમ ગ્રુપમાં ટોચ પર છે. જો ટીમ ઈન્ડિયા આજની મેચ જીતી જાય છે, તો તે 6 પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. જ્યારે, ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહેશે. આ સ્થિતિમાં, ભારત 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.
ભારત તેની મેચ દુબઈમાં રમશે
જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે, તો સેમિફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 4 માર્ચે દુબઈમાં એકબીજા સામે ટકરાશે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ મેચ લાહોરમાં રમાશે. અહીં નોંધનીય વાત એ છે કે ભારતીય ટીમ તેની સેમિફાઇનલ મેચ ફક્ત દુબઈમાં જ રમશે. આજની મેચનું પરિણામ ગમે તે હોય. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો ટાઇટલ મેચ પણ દુબઈમાં રમાશે.
આ પણ વાંચો: દુનિયાભરમાં Microsoft Outlook ની સર્વિસ ડાઉન થઈ, યુઝર્સ પરેશાન થયાં