Champions Trophy 2025 Points Table: પાકિસ્તાન સામે ભવ્ય જીત બાદ પોઈન્ટ ટેબલમાં ભારતે છલાંગ લગાવી, પાકિસ્તાન નીચે આવી ગયું

Champions Trophy 2025 Points Table: પાકિસ્તાનને હરાવીને ટીમ ઈંડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી દીધી છે. ભારતે સતત બે મેચ જીતી છે. તેની સાથે જ ટીમ ઈંડિયા હવે પોતાના ગ્રુપમાં પહેલા નંબર પર આવી ગઈ છે. તો વળી ન્યૂઝીલેન્ડને નીચે આવવું પડ્યું છે. ભારતની આ મોટી જીત છે. તેના માટે નેટ રન રેટ ખૂબ જ સારી થઈ ગઈ છે. જો કે હજુ પણ ન્યૂઝીલેન્ડ પાસે ટોપ પર પહોંચવાનો મોકો છે. ભારતના ગ્રુપમાં પહેલા નંબર પર કોણ હશે, તેનો નિર્ણય ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ પર નિર્ભર કરશે. જે બે માર્ચના રોજ એટલે કે આજથી લગભગ એક અઠવાડીયા બાદ દુબઈમાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે.
ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા નંબર વન પર હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. આ મેચ પહેલા, ન્યુઝીલેન્ડની ટીમ એક મેચ જીતીને અને વધુ સારા રન રેટના આધારે આગળ હતી. પરંતુ હવે ભારતના ચાર પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ પ્લસ ૧,૨૦૦ છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં ભારતનો નેટ રન રેટ પ્લસ 0.408 હતો, જે હવે વધીને પ્લસ 0.647 થયો છે.
પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ કરતા પણ નીચે છે.
ગ્રુપ A ની અન્ય ટીમોની વાત કરીએ તો, બાંગ્લાદેશની ટીમે એક મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની નેટ રન રેટ માઈનસ ૦.૪૦૮ છે. પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. આ મેચ પહેલા પાકિસ્તાનનો નેટ રન રેટ માઈનસ ૧.૨૦૦ હતો, જે હવે માઈનસ ૧.૦૮૭ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન હાલમાં તેના ગ્રુપમાં છેલ્લા સ્થાને છે. હવે જો પાકિસ્તાની ટીમ તેની છેલ્લી મેચ જીતી જાય, તો પણ તે ફક્ત ત્રીજા સ્થાને જ રહી શકશે.
ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી રહેલી આઠ ટીમોને ચાર-ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. જો આપણે ગ્રુપ B ની વાત કરીએ, તો દક્ષિણ આફ્રિકાની ટીમે એક મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે અને બે પોઈન્ટ મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે પણ એક મેચ રમીને અને જીતીને બે પોઈન્ટ મેળવ્યા છે. સારા નેટ રન રેટના આધારે, દક્ષિણ આફ્રિકાની ટીમ નંબર વન પર છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન હજુ પણ પોતાની પહેલી જીતની શોધમાં છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી : વિરાટ કોહલીની 51મી સદી, ભારતે પાકિસ્તાનને 6 વિકેટે ધૂળ ચટાવી