ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Champions Trophy 2025: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, શું પાકિસ્તાન જશે ટીમ ઇન્ડિયા ?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 3 જુલાઇ : Champions Trophy 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે રમાઈ શકે છે. આ અંગે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ અને સ્થળ નક્કી કર્યું છે. પીસીબીએ ભારત-પાક મેચ લાહોરમાં યોજવાની યોજના બનાવી છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વખતે Champions Trophyનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પીટીઆઈના એક સમાચાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. 10 માર્ચને અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે. પીસીબીએ આ ટૂર્નામેન્ટ માટે ખાસ તૈયારીઓ કરી છે.

ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં થઈ શકે છે

રિપોર્ટ અનુસાર, PCB અધ્યક્ષ મોહસિન નકવી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ માટે બાર્બાડોસમાં હતા. તેમણે ICCને 15 મેચનું શેડ્યૂલ આપ્યું છે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં યોજાશે. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. સાત મેચ લાહોરમાં રમાશે. ત્રણ મેચ કરાચીમાં રમાશે. આ સાથે રાવલપિંડીમાં પાંચ મેચ રમાશે.

ફાઇનલ મેચ લાહોરમાં રમાશે ?

Champions Trophy 2025ની પ્રથમ મેચ કરાચીમાં યોજાઈ શકે છે. આ સાથે સેમી ફાઈનલ મેચ રાવલપિંડીમાં રમાઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચ લાહોરમાં યોજાઈ શકે છે. ટીમ ઈન્ડિયાને આ શહેરમાં રાખવાની યોજના છે.

ભારત-પાકિસ્તાન ગ્રુપ Aમાં રહેશે

Champions Trophy માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો હશે.

આ પણ જુઓ: ઝિકા વાયરસને લઈ એલર્ટ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી

Back to top button