ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

મેજબાન છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની એવોર્ડ સેરેમનીમાંથી કેમ ગાયબ રહ્યું પાકિસ્તાન? ICCએ સ્પષ્ટતા કરી દીધી

નવી દિલ્હી, 10 માર્ચ 2025: ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટ હરાવ્યું છે. ભારતીય ટીમે ત્રીજી વાર આ ટૂર્નામેન્ટ જીતી છે. સૌથી પહેલા ભારતીય ટીમે વર્ષ 2002માં શ્રીલંકા સાથે આ ખિતાબ શેર કર્યો હતો. બાદમાં 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની. હવે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે.

ફાઈનલ મેચ બાદ વિવાદ થતાં આઈસીસીએ સ્પષ્ટતા કરી

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ પુરસ્કાર સમારંભ દરમ્યાન વિવાદ થઈ ગયો હતો. હકીકતમાં જોઈએ તો, મંચ પર ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ અધિકારી હાજર રહ્યા નહોતા. અહીં ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનની મેજબાનીમાં આ ટૂર્નામેન્ટ આયોજીત થઈ હતી. હવે આ સમગ્ર મામલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે. આઈસીસીએ પાકિસ્તાનને બરાબરનું સંભળાવી દીધું છે.

આઈસીસી પ્રવક્તાએ કહ્યું કે, પીસીબી ચીફ મોહસિન નકવી ગેરહાજર હતા અને તેઓ દુબઈ આવ્યા નહીં. મારા મુજબ બોર્ડના અધિકારીઓને જ પ્રેંજેંટેશન સેરેમનીમાં બોલાવી શકાય છે. પીસીબીમાંથી કોઈ પણ પદાધિકારી તેના માટે હાજર નહોતા. તેઓ મેજબાન હતા, તેમને ત્યાં હાજર રહેવું જોઈતું હતું.

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક્સ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પણ પીસીબીના કોઈ પ્રતિનિધિ ફાઈનલ બાદ નહોતા. પાકિસ્તાન મેજબાન હતું. મારી એ સમજમાં નથી આવતું કે પીસીબીમાંથી કોઈ ત્યાં કેમ નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar)

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી દુબઈ ન જઈ શક્યા, કેમ કે ગૃહમંત્રી તરીકે તેઓ અન્ય કામમાં વ્યસ્ત હતા. આઈસીસી અધ્યક્ષ જય શાહ, બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ પદક, ટ્રોફી અને ખેલાડીઓને જેકેટ પહેરાવ્યા હતા.

સૂત્રોએ દાવો કર્યો હતો કે, પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહમદ દુબઈ ગયા હતા, પણ તેમને પુરસ્કાર સેરેમનીમાં નથી બોલાવ્યા. જો કે આઈસીસી પ્રવક્તાના નિવેદનથી સ્પષ્ટ થયું ગયું છે કે, આ દાવો ખોટો હતો. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે, પીસીબીના કોઈ અધિકારી ફાઈનલ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં હતા નહીં.

આ પણ વાંચો: ધમાકેદાર જીત બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ શમીની માતાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા, દિલ જીતી લેશે આ વીડિયો

Back to top button