અમદાવાદ, 12 માર્ચ 2024, ગુજરાત હાઈકોર્ટમાં અનેક પ્રકારની જાહેરહિતની અરજીઓ થતી રહે છે. આ વખતે હાઈકોર્ટે રાજ્ય સરકારના અધિકારીઓ અને વકીલો કોઈપણ કેસની એફિડેવિટનો મુસદ્દો તૈયાર કરવા અને ફાઈલ કરવા માટે યોગ્ય ફોર્મેટને અનુસરતા નથી અને યહાં એસે હી ચલતા હૈ જેવું વલણ દાખવે છે. આ પ્રકારના વલણ સામે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, હાઈકોર્ટ માટે તમે ‘યહાં ઐસે હી ચલતા હૈ’ જેવું વલણ ધરાવી ના શકો.
‘યહાં ઐસે હી ચલતા હૈ’ જેવું વલણ રાખી ના શકો
બાર એન્ડ બેંચ નામની વેબસાઈટના સોશિયલ પ્લેટફોર્મ પર ચીફ જસ્ટીસની એક પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટીસ દ્વારા એવું કહેવાયું છે કે, કોર્ટમાં મેં એક એફિડેવિટના ફોર્મેટમાં ખામીઓ કાઢી હતી. ત્યારે એક એડવોકેટ દ્વારા એવું કહેવાયું હતું કે, ‘યહાં ઐસે હી ચલતા હૈ, તેના જવાબમાં ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, હાઈકોર્ટ માટે તમે ‘યહાં ઐસે હી ચલતા હૈ’ જેવું વલણ ના ધરાવી શકો. હું રજિસ્ટ્રારને યોગ્ચ ફોર્મેટમાં ના હોય તેવા તમામ એફિડેવિટ નકારી દેવા માટે કડક સૂચના આપીશ. ત્યાર બાદ હું જોઈશ કે કોઈપણ હોબાળો ન કરે. ચીફ જસ્ટીસનું કહેવું છે કે, એફિડેવિટ એ કોઈ ઔપચારિકતા નથી. તેની દલીલમાં હૃદય અને આત્માની વાત છે.
Gujarat High Court Chief Justice Sunita Agarwal objects to the “Chalta Hai” attitude on part of State government officials, who aren’t following the proper format for drafting and filing affidavits.
“The other day, I pointed out flaws in the format of the affidavit, an advocate… pic.twitter.com/AI7V2uE9ho
— Bar & Bench (@barandbench) March 12, 2024
અગાઉ ખોટી PIL કરનારાઓને દાખલો બેસે એવું પગલું લીધું
તાજેતરમાં હાઈકોર્ટમાં એક અરજદારે સતત સાત વર્ષ સુધી તેની અરજી પર કોઈ કાર્યવાહી આગળ વધારી નહોતી અને માત્ર મુદતો માંગી હતી. જેથી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ અનિરૂદ્ધ માયેની ખંડપીઠે અરજદારને સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે, તમે પીઆઈએલ ફાઇલ કરી શકતા નથી જ્યારે તમે લોકો સાથે વ્યવહારિક ચર્ચા કરી શકો છો જો તેમાં સહમતી બને છે તો પિટિશન પાછી ખેંચી લો અને જો સહમતી બનતી નથી તો પીઆઈએલ ફાઇલ કરી શકો છો.
અરજદારને સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અરજદારને કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ જાહેર હિતની અરજીનો મામલો નથી. તમે ન્યાયિક સમયનો ઘણો બગાડ કર્યો છે. અમે શરૂઆતમાં 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવાના હતાં પણ તમારી અરજી 2017માં દાખલ કરવામાં આવી હોવાથી તેને સાત વર્ષ થયાં છે. જેથી હવે દરેક વર્ષના એક લાખ એમ સાત વર્ષના સાત લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.