ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેઃ ટોક્સિક બનતા સંબંધોને આગળ ન વધારો
- પ્રેમના નામે હિંસાઓ થઇ રહી છે ત્યારે દરેક વ્યક્તિએ ચેતવા જેવુ છે
- પ્રેમ ના રહે ત્યારે સંબંધો નફરતથી ભરાઇ જતા હોય છે
- દેશભરમાં ચકચાર જગાવનાર શ્રદ્ધા હત્યાકાંડ તેની સાબિતિ છે
છેલ્લા થોડા સમયથી આપણે રુંવાડા ઉભા થઇ જાય તેવી ઘટનાઓ સાંભળતા અને જોતા આવ્યા છે. જઘન્ય કહી શકાય તેવી હત્યાઓ થઇ રહી છે. પ્રેમના નામે હત્યાકાંડનો ખેલ ખેલાઇ રહ્યો છે. પ્રેમ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છોકરો અને છોકરી રિલેશનશિપમાં હોય અને આવી હત્યાઓને અંજામ મળે છે. દેશભરમાં ચકચાર જગાવનાર શ્રદ્ધા હત્યાકાંડ અને ત્યારબાદ દિલ્હીમાં 16 વર્ષની છોકરીની હત્યામાં એક વાત સામાન્ય હતી. બંને છોકરીઓ હત્યારાઓ સાથે રિલેશનશિપમાં હતી. છોકરીઓ સમજી શકતી નથી કે ક્યારે તેમના સંબંધોમાં પ્રેમ ઘટી જાય છે અને તે નફરત કે ગુસ્સાથી ભરાઇ જાય છે. આવી ટોક્સિક થતી જતી રિલેશનશિપને ઓળખો અને તેને છોડીને જીવનમાં આગળ વધો.
વાતચીતમાં પરિવર્તન
જો તમારો પાર્ટનર તમારી સાથે વાત કરવાનુ બંધ કરી દે અથવા તમારી વાતોને દરેક વખતે ઇગ્નોર કરે તો સમજી લો સંબંધોમાં બધુ યોગ્ય નથી. પ્રેમ અને ઇન્ટ્રેસ્ટ ઘટી જાય તો પાર્ટનર તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે. આવા સંજોગોમાં જો વાત થાય છે તો પણ લડાઇ ઝઘડા જ થાય છે. પાર્ટનર તમારી સાથે વાત કરતી વખતે ગુસ્સો કરે છે અથવા તો મોટે મોટેથી બૂમો પાડે છે. આમ થતુ હોય તો સમજી લો તમારા સંબંધો ટોક્સિક બની રહ્યા છે.
પાર્ટનર કરવા લાગે કન્ટ્રોલ
બે વ્યક્તિ એકબીજાની કેર કરતી હોય છે. કેર કરનારી વ્યક્તિ તમને સારી સલાહ આપી શકે છે કોઇ નિર્ણય લેવામાં તમારી મદદ કરી શકે છે. જોકે કેર કરવા અને કન્ટ્રોલ કરવા વચ્ચે ખાસ્સુ અંતર છે. જો તમને લાગે કે તમારો પાર્ટનર તમારી કેર કરવાના બદલે તમારી પર કન્ટ્રોલ કરવા લાગે છે. તમારી પર તેના ફેંસલા થોપવા લાગે છે, શું પહેરવુ, શું ખાવુ-પીવુથી લઇને કોને મળવુ આવી બાબતો જો પાર્ટનર નક્કી કરે તો સમજી લો ખતરાની ઘંટી વાગી રહી છે.
પાર્ટનર ન કરે સપોર્ટ
જ્યારે બે વ્યક્તિ રિલેશનશિપમાં હોય છે ત્યારે તેઓ એકબીજાની સપોર્ટ સિસ્ટમ હોય છે. તેમની વચ્ચેનો પ્રેમ અરસપરસની સમજ પર ટકેલો હોય છે. જો તમારો પાર્ટનર તમને સાથ આપવાના બદલે તમારી ભુલો ગણાવા લાગે કે નેગેટિવ વાતો કરવા લાગે તો સમજી લો કે તે તમને પ્રેમ કરતો નથી.
ટોક્સિક વાતો અને સ્ટ્રેસ વાળી લાઇફ
કેટલાક લોકો પોતાના પાર્ટનરની ઇર્ષ્યા કરવા લાગે છે. આ પ્રકારના લોકો નેગેટિવ વાતો કરવા લાગે છે અને તમારી ભુલો શોધવાનો મોકો છોડતા નથી. તમારી પર શંકા કરે છે અને તમારી સફળતા પર ખુશ થતા નથી. આ પ્રકારના સંબંધોમાં તમને આગળ જતા પરેશાની થઇ શકે છે. તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને સંબંધ બચી શકવાની કે પ્રેમ આગળ વધવાની કોઇ શક્યતા ન દેખાતી હોય તો તમારી જિંદગીમાં આગળ વધો.
આ પણ વાંચોઃ હાઇવે અને એક્સપ્રેસવે વચ્ચે શું તફાવત છે? જાણીને ચોંકી જશો