ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ચીનના આધિપત્યને પડકારઃ અમેરિકી નેતાઓ દલાઈ લામાને મળ્યા, ચીનને પડકાર પણ ફેંક્યો!

  • સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સહિત US સાંસદોએ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

ધર્મશાલા, 20 જૂન: ચીનને વાંધો હોવા છતાં અમેરિકન સાંસદોનું એક ગ્રુપ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને મળ્યું છે. સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સહિત US સાંસદોએ બુધવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદોએ કહ્યું કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીને પસંદ કરવામાં ચીનની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. અમેરિકા તેને આવું કરવા પણ નહીં દે. અમેરિકન સાંસદોનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારી કરમાપા લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેન્સી પેલોસીએ ચીની પ્રમુખ જિનપિંગ પર સીધો પ્રહાર કર્યો છે.

અમેરિકી સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ શું કહ્યું?

નેન્સી પેલોસીએ કહ્યું છે કે, “દલાઈ લામાને તેમના શાંતિના સંદેશ, આધ્યાત્મિક વિરાસત, દયાળુ સ્વભાવ માટે યાદ કરવામાં આવશે. પરંતુ જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ વિદાય લેશે ત્યારે તેમને કોઈ યાદ કરશે નહીં. તેમને કોઈ પણ વસ્તુ માટે ક્રેડિટ આપવામાં આવશે નહીં. તિબેટીયન લોકો દયાનું પ્રતિક છે. અમેરિકી સંસદમાં તિબેટ-ચીન વિવાદ અધિનિયમ રજૂ કરવામાં આવ્યો છે તે યોગ્ય ઉકેલ આપે છે. અમે આ બિલ દ્વારા ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ બિલ ચીનને સંદેશ આપે છે કે, વસ્તુઓ બદલાઈ ગઈ છે અને તમારે તેના માટે તૈયાર રહેવું જોઈએ.”

ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોનું નેતૃત્વ અમેરિકી સંસદની ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ માઈકલ મેકકોલે કર્યું હતું. આ સિવાય એમી બેરા, ગ્રેગરી મીક્સ અને નેન્સી પેલોસી સહિત કુલ 7 સાંસદો પ્રતિનિધિમંડળનો ભાગ છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચીનએ તાઈવાન અને તિબેટને પોતાનો ભાગ માને છે. તે વન ચાઇના નીતિ હેઠળ આનો દાવો કરે છે અને અન્ય કોઈ દેશની દખલગીરી સહન કરતું નથી.

દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ચીન કેમ દખલ કરી રહ્યું છે?

ચીને લગભગ 70 વર્ષ પહેલા તિબેટ પર કબજો જમાવ્યો હતો. ત્યારથી દલાઈ લામાના નેતૃત્વમાં હજારો તિબેટીયન શરણાર્થીઓ ભારતમાં છે. આ તિબેટીયનોનો તેમના દેશને આઝાદ કરવાનો સંકલ્પ છે. દલાઈ લામા હવે વૃદ્ધ થઈ ગયા છે અને તેમના અનુગામીની પસંદગી કરવાની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચીન ઈચ્છે છે કે, તિબેટના આંદોલનને કચડી નાખવા માટે તેની(ચીની) વિચારધારામાંથી કોઈને આ જવાબદારી આપવામાં આવે.

આ પણ જુઓ: કેનેડાની સરકારનો મોટો નિર્ણય: ઈરાનની સૌથી ખતરનાક સેનાને આતંકી સંગઠન જાહેર કર્યું

Back to top button