ચૈત્રી પુર્ણિમાઃ હિન્દુ નવવર્ષની પહેલી પૂનમનું આ પણ છે મહત્ત્વ
- હિંદુ નવ વર્ષની પહેલી પૂર્ણિમા ચૈત્રી પૂનમ
- આજે કરાય છે ભગવાન સત્યનારાયણની પૂજા
- આજે ભગવાન કૃષ્ણે વ્રજમાં રાસ ઉત્સવનું સમાપન કર્યુ હતુ
ચૈત્ર મહિનામાં આવતી પુર્ણિમા તિથિને ચૈત્ર પુર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. પુનમના દિવસે ચંદ્રમાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પુર્ણિમાના દિવસે ચંદ્રમા અને ભગવાન સત્યનારાયણની પૂજા પણ કરવામાં આવે છે. સાથે સાથે હનુમાન જયંતિનુ પર્વ પણ મનાવવામાં આવે છે.
ચૈત્ર પુર્ણિમાને લઇને અસમંજસ છે. ચૈત્ર પુર્ણિમાં આજથી શરૂ થશે અને 6 એપ્રિલ 2023ની સવાર સુધી રહેશે. જે લોકો પૂનમનું વ્રત કરતા હોય તેઓ આજે વ્રત રાખી શકે છે. 6 એપ્રિલે ઉદયા તિથિમાં પુર્ણિમાં હોવાના કારણે હનુમાન જયંતિ 6 એપ્રિલના રોજ મનાવાશે. પૂર્ણિમા તિથિના દિવસે સાંજની પૂજાનું વિશેષ મહત્ત્વ હોવાથી વ્રત રાખવા માટેની તારીખ 5 એપ્રિલ છે. આજે સત્યનારાયણનું વ્રત પણ રાખવામાં આવશે.
ચૈત્રી પુર્ણિમાનું મહત્ત્વ
માન્યતાઓ અનુસાર ચૈત્ર પુર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં રાસ ઉત્સવનું સમાપન કર્યુ હતુ. આ રાસને મહારાસના નામથી ઉજવવામાં આવે છે. આ મહારાસ કાર્તિક પુર્ણિમાના દિવસે શરૂ થાય છે અને ચૈત્ર પુર્ણિમાના દિવસે ખતમ થાય છે. આ રાસમાં હજારો ગોપીઓ આવી હતી અને તેમની સાથે ભગવાન કૃષ્ણ રાસ રમ્યા હતા.
ચૈત્ર પુર્ણિમાને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ હનુમાન જયંતિના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાની પુર્ણિમાનું એક વિશેષ મહત્ત્વ છે. હિંદુ વર્ષ અનુસાર આ વર્ષની પહેલી પુનમ છે.
ચૈત્ર પુર્ણિમાના દિવસે શું કરવુ જોઇએ?
ચૈત્રી પુર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે વ્યક્તિની મનોકામના પુરી થાય છે. સાથે એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે તુલસી સ્નાન કરવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. આ દિવસે સંપુર્ણ વિધાન સાથે શ્રીકૃષ્ણ અને નારાયણની પૂજા કરવાથી ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સુર્યદેવની પણ ઉપાસના કરો. સત્યનારાયણ ભગવાનની પૂજા કરો. રાતના સમયે ચંદ્ર દેવની પૂજા કરો, દુધથી અર્ધ્ય પ્રદાન કરો.
આ પણ વાંચોઃ માત્ર ચકલી અને શ્વાન જ નહીં, બિલાડી, બતક અને વ્હેલ જેવા લોગો પણ ચર્ચામાં રહ્યા છે