ચૈત્રી નવરાત્રી પહેલો દિવસઃ આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ
ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ 2023, આજથી શરૂ થઇ રહ્યુ છે. નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે એટલે કે એકમના રોજ કળશ સ્થાપના કે ઘટસ્થાપના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પુજા કરવાથી ભક્તોની મનોકામના પુર્ણ થાય છે. નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પુજા અર્ચના થાય છે. જાણો માતા શૈલપુત્રીની પુજાનું શું છે મહત્ત્વ.
નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરુપ માતા શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયની પુત્રી હોવાના કારણે તેમને આ નામથી બોલાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની વિધિ વિધાન પુર્વક પુજા અને ઉપાસના કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય છે. માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્રો અતિશય પ્રિય હોય છે. તેથી આજ રોજ સફેદ રંગના વસ્ત્રો કે સફેદ ફુલો અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે સફેદ બરફી કે મીઠાઇનો ભોગ લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપનના મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચ, 2023ના રોજ થશે. આ દિવસે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત સવારે 6.23થી શરૂ થઇને સવારે 7.32 સુધી રહેશે. આ એક કલાકના સમયગાળામાં કળશની સ્થાપના કરવાની રહેશે.
આ પણ વાંચોઃ અરાવલી : શીકા ગામે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન