ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર વદ ચોથઃ વિકટ સંકષ્ટી ચતુર્થી કરવાથી મળે છે મનવાંછિત ફળ

Text To Speech
  • શુક્લ પક્ષમાં આવનારી ચોથ વિનાયક ચતુર્થી કહેવાય છે
  • વદ પક્ષમાં આવતી ચોથ સંકષ્ટી ચોથ કહેવાય છે
  • શનિની સાડાસાતી હોય તેવા લોકોએ ખાસ કરવુ વ્રત

દર મહિને બે વખત ચોથ આવે છે. શુક્લ પક્ષમાં આવનારી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે.

ભગવાન ગણપતિને દેવોમાં સૌથી પ્રમુખ અને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. જેઓ તેમની સાચા મનથી પૂજા કરે છે તે વ્યક્તિ તમામ મુશ્કેલીઓથી દૂર રહે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. સંકષ્ટીના દિવસે બાપ્પાની ઉપાસના કરવામાં આવે છે અને રાતના સમયે ચંદ્રને અર્ધ આપવામાં આવે છે.

વિકટ સંકષ્ટી ચતુર્થી કરવાથી મળે છે મનવાંછિત ફળઃ જાણો મુહુર્ત અને પૂજાવિધિ hum dekhenge news

આ વખતે સંકષ્ટી ચતુર્થી 9 એપ્રિલ, રવિવારના રોજ છે. માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે. ઘર-પરિવારમાં આવેલી રહેલી મુસીબતો દુર થાય છે. સાઆ દિવસે ચંદ્રને અર્ધ આપવાથી વ્યક્તિને ગણેશજીના દર્શન કર્યાનું પુણ્ય અને ફળ મળે છે. જે લોકો શનિની સાડાસાતી અને ઢૈચ્યાથી પીડિત છે તેમણે તો આ વ્રત ખાસ કરવું જોઈએ.

ઉપવાસ કરવાથી મળે છે મનવાંછિત ફળ

સંકષ્ટી ચતુર્થીના દિવસે શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરો અને રાતે ફળાહાર કરવુ. ફળાહારમાં બટાકા, શક્કરિયાનો ઉપયોગ ન કરવો. ચંદ્રોદય પહેલા સંધ્યા વંદન અને આરતી કરવાનું ન ભૂલશો. જો કોઈ પરેશાની હોય તો તે જલ્દીથી દૂર થઈ જાય તેવી મનમાં પ્રાર્થના કરો.

વિકટ સંકષ્ટી ચતુર્થી કરવાથી મળે છે મનવાંછિત ફળઃ જાણો મુહુર્ત અને પૂજાવિધિ hum dekhenge news

આ રીતે કરો પૂજા વિધિ

આ પાવન પર્વના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીપક પ્રજ્વલિત કરો. ત્યારબાદ ભગવાન ગણેશ અને તમામ દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યારબાદ ગણેશજીને દુર્વા અર્પિત કરો. ગણેશજીનું ધ્યાન કરો અને તેમને ભોગ લગાવો. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો. તમે મોદક કે લાડુનો ભોગ લગાવી શકો છો. રાતે ચંદ્રમા દર્શન બાદ વ્રત ખોલો. ચતુર્થીનો પ્રારંભ 9 એપ્રિલે સવારે 9.35 વાગ્યે થશે.

આ પણ વાંચોઃ વાસ્તુની આ ભુલો તમને દેવામાં ડુબાડી શકે છેઃ આ ટિપ્સ કરો ફોલો

Back to top button