ટ્રેન્ડિંગનેશનલ

બાબા ચૈતન્યાનંદના ગોરખધંધાનો પર્દાફાશ: દુબઈના શેખને છોકરીઓ સપ્લાઈ કરતો, વોટ્સએપ ચેટથી ભાંડો ફુટ્યો

નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2025: દિલ્હીમાં, “બાબા” તરીકે વેશ ધારણ કરનાર શિકારીનો દરરોજ પર્દાફાશ થઈ રહ્યો છે. “ધાર્મિક નેતા”નો વેશ ધારણ કરનાર મેનેજમેન્ટ સંસ્થાના ભૂતપૂર્વ વડા સ્વામી ચૈતન્યનંદ સરસ્વતીનો કાળો, કદરૂપો ચહેરો ખુલ્લો પડી ગયો છે.

ધરપકડ પછી તેની વોટ્સએપ ચેટ્સે બધાને ચોંકાવી દીધા છે. આ ચેટ્સ દર્શાવે છે કે તે સતત છોકરીઓને જાતીય પ્રવૃત્તિઓ માટે હેરાન કરતો હતો, અને એક મહિલાને “દુબઈ શેખ” ને વેચવાનો પણ પ્રયાસ કરતો હતો.

હકીકતમાં જોઈએ તો, એક અહેવાલમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જે અગાઉ સ્વામી પાર્થસારથી તરીકે ઓળખાતો હતો, અને તેમની વિદ્યાર્થીનીઓ વચ્ચેની વાતચીતનો ખુલાસો થયો છે. ચૈતન્યનંદ સરસ્વતી શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચનો ડિરેક્ટર હતો. આ વાતચીતો તેની ક્રૂરતા અને સરમુખત્યારશાહી વર્તનને સ્પષ્ટપણે છતી કરે છે.

મીડિયા રિપોર્ટ મુજબ અન્ય એક ચેટમાં બાબા લખે છે કે તું મારી સાથે નહીં સૂઈ જાય? ગુડ નાઈટ, શુભ રાત્રિ. અહીં તેની અસલિયત વધુ બહાર આવે છે કે તે મહિલાઓને કઈ રીતે ગંદા કામ કરવા માટે મજબૂર કરતો હતો.

વિદેશમાં છોકરીઓને સપ્લાઈ કરવાનો કાળો કારોબાર કરતો

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાબાએ અનેક છોકરીઓને અલ્મોડા, અન્ય જગ્યાઓ પર મોકલી છે. એક કેસમાં તેણે એક યુવતીને કહ્યું કે કોઈ છોકરા સાથે અટપટા ફોટા ખેંચાવીને તેને મોકલે. વાત જાણે એમ છે કે બાબા તે યુવકને હની ટ્રેપમાં ફસાવવા માંગતો હતો. આ માટે તેણે યુવતીને પૈસા પણ આપ્યા હતા.

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ફરારી દરમિયાન બાબા લંડનના એક વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતો હતો. આ નંબરથી તે સતત યુવતીઓના સંપર્કમાં હતો.

દુબઈમાં શેખને છોકરીઓ સપ્લાઈ કરવાનો ગોરખધંધો

આ કેસમાં સૌથી ચોંકાવનારી ચેટ ત્યારે સામે આવી જ્યારે તેણે એક છોકરીને લખ્યું કે દુબઈનો એક શેખ સેક્સ પાર્ટનર ઈચ્છે છે. શું તારી કોઈ સારી મિત્ર છે? જ્યારે છોકરીએ ના પાડી દીધી અને કહ્યું કે તેની પાસે કોઈ નથી. તો સ્વામીએ દબાણ કરતા કહ્યું કે આ કેવી રીતે શક્ય હોઈ શકે? તારી કોઈ ક્લાસ મેટ, જૂનિયર હોય તો મોકલ. તેનાથી સ્પષ્ટ છે કે બાબા છોકરીઓને ફક્ત પોતાના માટે ઉપયોગ કરતો એટલું જ નહીં પરંતુ તેમને વિદેશ મોકલવાની પણ કોશિશ કરતો હતો.

આ પણ વાંચો:  આગામી 48 કલાકમાં ગુજરાતમાં વરસાદ છોતરાં કાઢી નાખશે, અરબી સમુદ્રમાં બે મોટી સિસ્ટમ એકબીજા સાથે અથડાશે

Back to top button