કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ખોડલધામ મહોત્સવમાં શિક્ષણધામ અને આરોગ્યધામની જાહેરાત કરતા ચેરમેન નરેશ પટેલ

Text To Speech

કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરના આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈ ને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે ખોડલધામના મંદિરના મેઈન ગેટ પાસે CM ભૂપેન્દ્ર પટેલને સુતરની હાર માળાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ જસાણી, પ્રવિણભાઈ પટેલ, હરેશભાઇ પરસાણાં, ભોવાનભાઈ રંગાણી, હર્ષદભાઈ માલાણી, પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક સહિતના ટ્રસ્ટીઓએ આવકાર્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલને નરેશ પટેલે ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતુ. આ સાથે જ પોતાના વક્તવ્યમાં અમરેલી ગામમાં તૈયાર થનાર પ્રકલ્પ માટે નરેશ પટેલ અને ગ્રુપ દ્વારા 25 કરોડનું દાન કરાયું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

15 વર્ષ પૂર્વે અહીં પથ્થરો હતા, આજે મંદિર છે

કાર્યક્રમમાં ખોડલધામના મોભી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ખોડલધામ રાષ્‍ટ્ર કલ્‍યાણના ઉચ્‍ચ ધ્‍યેયથી સક્રિય છે. આ મહાકાર્યમાં દરેક સમાજઅને સરકારનો સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. 15 વર્ષ પુર્વે અહીં પથ્‍થરો હતા. આજે ભવ્‍યાતીભવ્‍ય ખોડલધામ સંકુલ ધમધમી રહયું છે. આ નિર્માણમાં સરકારનો પણ સહયોગ રહયો છે. આનંદીબેન પટેલની સરકારે પાણી તથા અન્‍ય વ્‍યવસ્‍થા ઝડપથી કરી હતી. ઉપરાંત ભુપેન્‍દ્રભાઇનો પણ હું વંદના સાથે આભાર માનુ છું, તેમની સરકારે પણ ખોડલધામને સહયોગ કર્યો છે.

ખોડલધામ દ્વારા શતાબ્‍દી મહોત્‍સવ ઐતિહાસિક રૂપે ઉજવાશે

વધુમાં નરેશભાઇએ જણાવ્‍યું હતું કે, ખોડલધામ દ્વારા શતાબ્‍દી મહોત્‍સવ ઐતિહાસિક રૂપે ઉજવાશે. 2027 ની સાલમાં જાન્‍યુઆરીની 21 મી તારીખે આ ભવ્‍ય આયોજન કરવામાં આવશે. આ માટે અમે અત્‍યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. મીટીંગોનો ધમધમાટ ચાલી રહયો છે. આ મહોત્‍સવ ઐતિહાસિક હશે. નરેશભાઇએ કહયું હતું કે, અહીં અમરેલીમાં 50 એકર ભુમી પર ખોડલધામ દ્વારા ભવ્‍યાતીભવ્‍ય સુવિધાઓ ધરાવતા આરોગ્‍ય કેન્‍દ્રનું નિર્માણ થનાર છે. આવા ભવનો ગુજરાતમાં અન્‍ય ચાર બનવાના છે. આ માટે પણ ખોડલધામ સક્રિય બની છે. આનંદની વાત છે કે ખોડલધામમાં આજે 40 નવા ટ્રસ્‍ટીઓ ઉમેરાયા છે. અંતમાં હું ખોડીયાર માતાજીને પ્રાર્થના કરૂ છું કે સમગ્ર ગુજરાત આનંદમય બની રહે તેવી કૃપા કરો.

 

Back to top button