ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ સહિત 25 સ્થળો પર CGSTના દરોડા, રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ

Text To Speech
  • આ કૌભાંડનો આંકડો વધવાની શક્યતાઓ છે
  • અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા
  • જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના 25 સ્થળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની શક્યતાઓ છે.

અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા

અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા હતાં. જેમાં ઓઢવમાં એક કંપનીના માલિકે પોતાના અને પત્નીના નામે ચાલતી કંપનીઓમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ડીજીજીઆઈએ બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.

બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાનો આરોપ

રાજકોટમાં ડીજીજીઆઈ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાનો આરોપ છે. હાલ તપાસ ચાલી રહી છે. જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોદામો અને ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. ત્રણ દિવસ પહેલાં આણંદ શહેરના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગની ટીમે દરોડા પાડયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

Back to top button