અમદાવાદમાં સ્ટીલ સ્ક્રેપના 7 વેપારીને ત્યાં CGSTના દરોડા
- પ્રાથમિક તપાસમાં બે કરોડની ટેકસ ચોરી બહાર આવી છે
- ગોડાઉનોમાં દરોડા પાડીને મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરાયા
- દરોડાની કામગીરી ચાલી છે ત્યારે કરચોરીનો આંક બહાર આવશે
અમદાવાદમાં સ્ટીલ સ્ક્રેપના 7 વેપારીને ત્યાં CGSTના દરોડા પડ્યા છે. જેમાં ઓઢવ, નરોડા, નિકોલમાંથી દસ્તાવેજો જપ્ત કરાયા છે. તથા અંડર બિલિંગ કરી માલ વેચાતો હોવાનું બહાર આવ્યું છે. અંદાજે સાતથી દસ જેટલી જગ્યાએ દરોડા પાડીને મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરાયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનો માટે ઘડાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં કાર્યવાહી નહીં
ગોડાઉનોમાં દરોડા પાડીને મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરાયા
શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ,નિકોલ અને નરોડામાં સ્ક્રેપના વેપારીઓ અને સ્ટીલના મોટા વેપારીઓને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે. અંદાજે સાતથી દસ જેટલા વેપારીઓના ઓફિસ અને ગોડાઉનોમાં દરોડા પાડીને મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરાયા છે. સવારથી મોડી સાંજ સુધી દરોડાની કામગીરી ચાલુ રહેતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સીજીએસટી વિભાગે સ્ક્રેપના વેપારીઓને ત્યાથી બોગસ બિલિંગના તેમજ અન્ડર વેલ્યુએશન કરીને ટેકસની ચોરી કરાતી હોવાની બાતમીના આધારે દરોડા પાડવામા આવ્યા છે.
હાલ દરોડાની કામગીરી ચાલી છે ત્યારે કરચોરીનો આંક બહાર આવશે
સીજીએસટીની ચોરીની સાથે જીએસટી અને ઇન્કમટેકસની ચોરી પણ બહાર આવી છે. હાલ દરોડાની કામગીરી ચાલી છે ત્યારે કરચોરીનો આંક બહાર આવશે. ઓફિસ અને ગોડાઉનમાંથી સ્ટોકની વિગતો, ખરીદ વેચાણના દસ્તાવેજો ,ડીજીટલ ડેટા જપ્ત કરાયા છે. વેચાણ કરેલા માલના ચોખ્ખા હિસાબોમાં ગોટાળા મળ્યા જેની તપાસ ચાલુ છે.બુક્સ ઓફ એકાઉન્ટની તપાસ ચાલી રહી છે જેના આધારે વેચાણ સામે કેટલો ટેકસ ભરાયો તેનુ ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યુ છે. ટ્રાન્સપોર્ટના બીલ બનાવી સ્ક્રેપ અને સ્ટીલનો માલ કોને કોને વેચાણ કરવામા આવ્યો તેની વિગતો મેળવવામા આવી રહી છે. અનેક પ્રકારની ગેરરીતીઓ મળી છે જે તપાસ બાદ સમગ્ર વિગતો બહાર આવશે. સ્ટીલના વેપારીઓના ડેટા તૈયાર કરીને તેમના નિવેદનો લેવામા આવશે. પ્રાથમિક તપાસમાં બે કરોડની ટેકસ ચોરી બહાર આવી છે.