ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદેશમંત્રી તથા મહિલા પંચના અધ્યક્ષને મતદાન બદલ પ્રમાણપત્ર? જાણો કારણ

  • ડૉ. એસ. જયશંકર અને રેખા શર્માએ મતદાન બાદ સર્ટિફિકેટનો ફોટો શેર કર્યો 

નવી દિલ્હી, 25 મે: દેશમાં આજે શનિવારે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના વડા રેખા શર્માએ પણ દિલ્હીમાં મતદાન કર્યું હતું. ત્યારે આ મતદાનની ખાસ વાત એ છે કે, આજે મતદાન કર્યા બાદ બંને મતદારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેને કારણે લોકોના મનમાં એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, આખરે તેમને આ સર્ટિફિકેટ કેમ આપવામાં આવ્યું? તો આવો જાણીએ શું છે કારણ..

શા માટે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું?

 

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે વોટિંગ બાદ પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટામાં તેમણે હાથમાં પ્રમાણપત્ર પકડયું હતું. એક્સ પર તેમણે આ ફોટો શેર કરતી વખતે પ્રમાણપત્ર મેળવવાનું કારણ પણ સમજાવ્યું. ડૉ. એસ. જયશંકરે લખ્યું કે, હું મારા બૂથ પર પ્રથમ પુરુષ મતદાર હતો, જેથી મને આ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો છે. તે જ સમયે મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતી વખતે તેમણે પણ લખ્યું કે, “હું મારા પોલિંગ બૂથની પ્રથમ વરિષ્ઠ નાગરિક છું.” ડૉ. એસ. જયશંકર અને રેખા શર્મા બંનેએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ મતદારોએ ઘરની બહાર આવીને મતદાન કરવું જોઈએ.

 

મને વિશ્વાસ છે કે ભાજપ સત્તામાં આવશે: જયશંકર

મતદાન બાદ વિદેશમંત્રી એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો જીતશે. તેમણે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે લોકો બહાર આવે અને પોતાનો મત આપે. આ દેશ માટે નિર્ણાયક ક્ષણ છે. મને વિશ્વાસ છે કે ભાજપ ફરી એકવાર સત્તામાં આવશે.”

આઠ રાજ્યો\UTમાં 58 બેઠકો પર આજે મતદાન

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 58 બેઠકોમાંથી, બિહાર અને બંગાળમાં 8-8, દિલ્હીમાં 7, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, ઉત્તર પ્રદેશમાં 14, ઓડિશામાં 6 અને જમ્મુ-કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તે જ સમયે, દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ચાંદની ચોક, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ: ગાંધી પરિવારે પહેલીવાર કોંગ્રેસને વોટ ન આપ્યો, શું છે કારણ?

Back to top button