વિશેષસ્પોર્ટસ

લંકા પ્રીમિયર લીગમાં મેચ ફિક્સિંગ; દામ્બુલા થંડર્સની આખી ટીમ સસ્પેન્ડ

 23 મે, કોલંબો: શ્રીલંકા ક્રિકેટ અને IPL જે લંકા પ્રીમિયર લીગમાં (LPL) આયોજન કરવાના રાઈટ્સ ધરાવે છે તેણે દામ્બુલા થંડર્સની ટીમને સસ્પેન્ડ કરી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના ત્યારે બની છે જ્યારે લંકા પ્રીમિયર લીગ દ્વારા  હજી એક દિવસ પહેલા જ સફળ ઓક્શન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

દામ્બુલા ફ્રેન્ચાઈઝી વિરુદ્ધ કાર્યવાહી કરતાં આયોજકોએ જણાવ્યું છે કે આ ફ્રેન્ચાઈઝીના એક અધિકારી તમીમ રહેમાન જે બાંગ્લાદેશનો નાગરિક છે અને ઈમ્પીરિયલ સ્પોર્ટ્સ ગ્રુપનો CEO છે અને દામ્બુલા થંડર્સનું મેનેજમેન્ટ જુએ છે તેને ગઈકાલે કોલંબો પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. તમીમ રહેમાન પર મેચ ફિક્સિંગ કરવાનો આરોપ છે. શ્રીલંકાના કાયદા અનુસાર મેચ ફિક્સિંગ સાથે સંકળાયેલા ઘણાબધા આરોપો ક્રિમીનલ કોડ અંતર્ગત આવે છે.

દામ્બુલા ફ્રેન્ચાઈઝી લંકા પ્રીમિયર લીગમાં ઉમેરવામાં આવેલી બે નવી ટીમોમાંથી એક છે. બીજી ટીમ છે ગોલ માર્વેલ્સ. દામ્બુલામાં મુસ્ત્ફીઝુર રહેમાન, દિલશાન મધુશંકા, નુવાન થુસારા, અકિલા ધનંજયા, ધનુષ્કા ગુનાથીલકા, નુવાન પ્રદીપ, ઈબ્રાહીમ ઝદ્રાન, હઝરતુલ્લા ઝાઝાઈ, કરીમ જનત અને ઇફ્તિખાર અહેમદ જેવા મોટા અને ટેલેન્ટેડ ખેલાડીઓ રમવાના હતા.

LPLના એક અધિકારીએ એક ક્રિકેટ વેબસાઈટને જણાવ્યું હતું કે, ‘ટુર્નામેન્ટ તેના નિયત કાર્યક્રમ અનુસાર જ રમાશે, જો દામ્બુલાના માલિક સમયસર નહીં બદલાય તો અમે જાતે એ ટીમનું મેનેજમેન્ટ સાંભળીશું, અમે અગાઉ બે ટીમોનું મેનેજમેન્ટ કર્યું હતું. અમને ખ્યાલ છે કે અમારા આ નિર્ણયથી અમને જબરદસ્ત નાણાંકીય નુકસાન થવાનું છે પરંતુ અમે તે સહન કરી લઈશું. લંકા પ્રીમિયર લીગ આ વર્ષની 1 જુલાઈથી 21 જુલાઈ સુધી રમાવાની છે.

આ લીગબ થંડર્સ સિવાય અન્ય ટીમો છે, B-Love કેન્ડી, કોલંબો સ્ટ્રાઈકર્સ, ગોલ માર્વેલ્સ અને જાફના કિંગ્સ. કુસલ મેન્ડીસ જે થંડર્સનો કેપ્ટન છે તેણે જણાવ્યું હતું કે, ‘અમે ક્રિકેટમાં પારદર્શિતાનું ઉચ્ચ સ્તર જાળવવા અને પ્રોફેશનાલિઝમ સાથે રમવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ વાત તમામ ટીમોને તેમજ ખેલાડીઓને લાગુ પડે છે.’

જ્યારે LPLના આયોજનના હક્ક જેમની પાસે છે તે IPG ગ્રુપના ચેરમેન અનીલ મોહને પણ કુસલ મેન્ડીસની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટના પછી પણ લીગ સુંદર અને અન્ય કોઈ તકલીફ વગર પૂર્ણ થઇ જાય તેની અમે પૂરતી સંભાળ લઈશું.

Back to top button