ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

8 સીટર કારમાં 6 એરબેગ ફરજિયાત, જાણો-નિયમનો ક્યારે થશે અમલ ?

Text To Speech

કેન્દ્ર સરકારે 8 સીટર કારમાં છ એરબેગ ફરજિયાત કરવાના નિયમને લઈ મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સત્તાવાર રીતે આ મુદ્દે જાહેરાત કરતા કહ્યું કે- M-1 કેટેગરી એટલે કે 8 સીટર કારમાં 6 એરબેગ ફરજિયાત કરવાનો નિયમ હાલ અમલમાં નહીં આવે. પરંતુ, આવતા વર્ષે 1 ઓક્ટોબર 2023માં અમલમાં આવશે.

6 Airbags Mandatory
6 Airbags Mandatory

નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ નિયમને લાગુ કરવાથી ઓટો ઈન્ડસ્ટ્રી સામે આવનારી સપ્લાય ચેનની લગતી મુશ્કેલીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું કહ્યું ગડકરીએ ?

નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું, “ઓટો ઈન્ડસ્ટ્રીને સતત ગ્લોબલ સપ્લાઇ ચેનની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં નિયમ આ સમયે લાગુ કરવાથી ખોટી અસર પડશે.” આ બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ શું કહ્યું હતું સરકારે ?

ગડકરીએ એમ પણ કહ્યું કે કોઈપણ પ્રકારના મોટર વાહનમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જેથી વહેલી તકે આ નિયમ લાગુ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે 8 સીટવાળા વાહનોમાં 6 એરબેગ્સ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ આદેશ 1 ઓક્ટોબર, 2022થી લાગુ થવાનો હતો. પરંતુ હવે આ નિયમ એક વર્ષ પછી લાગુ પડશે. 1 ઓક્ટોબર, 2023 થી લાગુ પડશે.

6 Airbags Mandatory
6 Airbags Mandatory

અગાઉ સરકારે સુરક્ષા ધોરણોમાં ફેરફાર કરતાં 5થી વધુ સીટવાળી કારોમાં કંપની ફિટેડ 6 એરબેગ અંગેના નિયમને અનિવાર્ય કરતાં તેના પાલન માટે 1 ઓક્ટોબર, 2022ની તારીખ આપી હતી. જોકે, માર્કેટની સમસ્યાઓને જોતાં નિયમ લાગુ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સાયરસ મિસ્ત્રીના મૃત્યુના મુદ્દાને ટાંકી ચર્ચા

એક નિવેદનમાં, મંત્રાલયે કહ્યું હતું કે વાહન મુસાફરોની સલામતી માટે, કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનોની સલામતી વધારી શકાય. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે પછી ખાસ કરીને પાછળની સીટ પર બેઠેલા મુસાફરોની સુરક્ષાને લઈને ચર્ચા ચાલી રહી છે. સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કારની પાછળની સીટ પર બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો અને તેને લીધે એક માર્ગ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સરકારે 8 સીટવાળા વાહનોમાં 6 એરબેગ્સ ઈન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જેથી આ આદેશ 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવામાં આવશે.

Back to top button