અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટેલિકોમ કંપનીઓ 2022 પહેલા ખરીદેલા સ્પેક્ટ્રમ પાછા આપી શકશે

Text To Speech

અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2025: કેન્દ્ર સરકાર 2022 પહેલા હરાજીમાં ખરીદેલા વધારાના સ્પેક્ટ્રમ સરકારને પાછા આપી શકે તે માટેની મંજૂરી આપવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. આ બાબતે સંદેશાવ્યવહાર વિભાગ (ડીઓટી)એ આંતરિક રીતે ચર્ચા કરી છે અને સાથે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે.

જો સ્પેક્ટ્રમ પાછા લેવાનુ પગલું ઉઠાવવામાં આવશે વોડાફોન આઈડિયાને સૌથી વધુ ફાયદો થશે કારણ કે તેના મોટા હરીફો એરટેલ અને જિયોએ તેમની મોટાભાગની ખરીદી માટે પ્રીપેઇડ ચુકવણી કરી છે. જે તેના વધારાના એરવેવ્સ છોડી દઇને રૂ. 40,000 કરોડ સુધીની બચત કરી શકે છે. સૂત્રોના હવાથી ટાંકેલા આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ડીઓટીએ આ યોજના અંગે ત્રણ મુખ્ય ખેલાડીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા તેમજ રાજ્ય સંચાલિત ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)સામે સ્પર્ધાત્મક ખાનગી ક્ષેત્ર રાખવાના ઉદ્દેશ્યનો એક ભાગ છે.

ડિસેમ્બરની શરૂઆતમાં, કેન્દ્રએ 2021 પહેલાં યોજાયેલી હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટે સંઘર્ષ કરી રહેલા ટેલિકોમ ઓપરેટરને બેંક ગેરંટીમાંથી મુક્તિ આપી હતી. વોડાફોન આઈડિયાએ આ પગલાને “ટેલિકોમ કંપનીઓ માટે મોટી રાહત” સમાન ગણાવ્યું હતું.

નોંધનીય છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી ખોટ એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 6,986 કરોડ હતી તે અંશતઃ ઘટીને રૂ. 6,609 કરોડ થઇ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની કામગીરીમાંથી આવક 4 ટકા વધીને રૂ. 11,117 કરોડ થઈ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 10,673 કરોડ હતી. આ સંજોગોમાં જો સ્પેક્ટ્રમ પાછા આપી દેશે તો તેની નાણાંકીય સ્થિતિ વધુ મજબૂત થઇ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન: ગેરકાયદે મઝાર, દુકાનો, મકાનો તોડી પાડ્યાં

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button