ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

ખેડૂતો માટે ખુશખબર, 14 પાક માટે MSP નક્કી, જાણો કેટલો વધ્યો ભાવ?

Text To Speech

દેશના ખેડૂતોને કેન્દ્રીય કેબિનેટમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે 2022-23 ખરીફ વેચાણ સિઝન માટે 14 પાકની MSP નક્કી કરવામાં આવી છે. અનાજની MSP 2040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. અનાજની MSPમાં 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કેબિનેટે તુવેરની દાળની MSPમાં પણ વધારો કર્યો છે. તુવેર દાળની MSP 6600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જેમાં પહેલાની સરખામણીએ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોટન મિડિયમ ફાઈબરની MSPમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકેરે કહ્યુ કે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તલના ભાવમાં 523 રૂપિયાનો વધારો થશે. મગ પર પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો થશે. સૂરજમુખી પર 358 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગફળીની MSPમાં 300 રૂપિયાનો વધારો થશે.

કેન્દ્ર સરકારે આ પાકની MSP વધારી
ડાંગર (સામાન્ય), ડાંગર (એ ગ્રેડ), જુવાર (સંકર), જુવાર (માલદાંડી), બાજરી, રાગી, મકાઈ, તુવેર (તુવેર), મગ, અડદ, મગફળી, સૂર્યમુખી બીજ, સોયાબીન (પીળો), તલ, રામતીલ, સરકારે કપાસ (મધ્યમ ફાઇબર), કપાસ (લાંબા ફાઇબર) પર MSPમાં વધારો કર્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી, તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાગી પર 201 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે “અમે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 22 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નાના ખેડૂતોને મજબૂત કરવા માટે 10,000 FPO ખોલવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.”

Back to top button