રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગના દરોડા
- બિલ્ડરના ઘરે જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી
- બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા જણાઇ
- વન વર્લ્ડ ગ્રુપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી GST વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.
વન વર્લ્ડ ગ્રુપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પ્રાઇડ ગ્રુપ અને વન વર્લ્ડ ગ્રુપમાં સેન્ટ્રલ GST વિભાગે દરોડા પડ્યા છે. પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વન વર્લ્ડ ગ્રુપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા જણાઇ
સેન્ટ્રલ સીએસટીની ટીમ દ્વારા રાજકોટના પ્રાઈડ ગ્રૂપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંલગમ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,જે તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા છે.
આ પણ વાંચો: GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, ઓનલાઈન ભરી શકાશે ફોર્મ