EVENING NEWS CAPSULE : કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું , ચંદ્ર પર રોવર પ્રજ્ઞાન ડ્રાન્સ કરતું દેખાયું, જાણો અંબાલાલ પટેલે શું આગાહી કરી
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું
સંસદના ચોમાસું સત્રને સમાપ્ત થયાને હજી બે અઠવાડિયા પણ નથી થયા ત્યાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન 5 બેઠકો મળશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે.
વધુ વાંચો : કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું, 10થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે
રાજકોટના વકીલની અનેક મંદિરોને ફટકારી લીગલ નોટિસ
બોટાદમાં સાળંગપુરના હનુમાનજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણના ચાર મહિના બાદ વિવાદ સર્જાયો છે. જેથી રાજકોટના વકીલે લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.
વધુ વાંચો : સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર : રાજકોટના વકીલની અનેક મંદિરોને નોટિસ
લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો વીડિયો ઈસરોને મોકલ્યો
રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે.
સુરતમાં રોગચાળો વકર્યો
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વધ્યો છે. જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે. ત્યારે દર્દીઓનો ઘસારો વધતા તેમને નીચે ગાદલાં પાથરી સારવાર આપવામા આવી રહી છે. જો કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વધુ વાંચો : સુરતમાં રોગચાળો વકર્યો , સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં, દર્દીઓને નીચે ગાદલાં પાથરવા પડ્યાં
હવે ટૂંક સમયમાં X પરથી કરી શકાશે ઓડિયો-વીડિયો કોલ
અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં જ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર વીડિયો અને ઑડિયો કૉલ્સની સુવિધા ઉપલબ્ધ થશે.તેણે કહ્યું કે આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS, PC અને Mac પર કામ કરશે.આ સાથે જ તેણે લખ્યું, “X પર ટૂંક સમયમાં ઑડિયો અને વીડિયો કૉલિંગ ફીચર આવી રહ્યું છે. તે iOS, Android, Apple Mac અને Microsoft કમ્પ્યુટર પર કામ કરશે.
વધુ વાંચો : હવે ટૂંક સમયમાં X પરથી કરી શકાશે ઓડિયો-વીડિયો કોલ: મસ્કે કરી મોટી જાહેરાત
ઇમામશાહ દરગાહ વિવાદ મામલે હાઈકોર્ટે બંને પક્ષોને ઝાટકણી કાઢી
અમદાવાદના પીરાણામાં ઇમામશાહ દરગાહના વિવાદ મામલે HCએ બંને પક્ષોની ઝાટકણી કરી છે.આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું કે “હિન્દૂ-મુશ્લિમનો મુદ્દો લઇને કોર્ટમાં આવવું નહીં, મિલકતની ઓળખના વિવાદમાં સમુદાયને વચ્ચે ન લાવો”.
વધુ વાંચો : અમદાવાદ : પીરાણામાં ઇમામશાહ દરગાહના વિવાદ મામલે હાઈકોર્ટે બંને પક્ષોની ઝાટકણી કાઢી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
વધુ વાંચો : ઓગસ્ટ મહિનો કોરો રહ્યો! હવે સપ્ટેમ્બરમાં જૂઓ ક્યાં વરસાદ ધમધમાટો બોલવાશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી