ચાઈનીઝ એપ્સ પર કેન્દ્ર સરકારની કાર્યવાહી : લોન આપતી અને સટ્ટાબજાર સંબંધિત આ એપ પર પ્રતિબંધ, જોઇલો લિસ્ટ
ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને આ એપ્સને બ્લોક કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે.
ચાઈનીઝ એપ્સ પર સરકારની મોટી કાર્યવાહી
કેન્દ્ર સરકાર ફરી એકવાર ચીન પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ, સરકાર ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2023માં કેન્દ્ર સરકાર ચાઈનીઝ એપ્સ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 ધિરાણ આપતી ચાઈનીઝ એપને તાત્કાલિક ધોરણે બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ગૃહ મંત્રાલય તરફથી મળી હતી સૂચના
ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકી તેને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ને આ અઠવાડિયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ એપ્સને બ્લોક કરવાનો આદેશ મળ્યો છે. અને MeitY એ આ એપ્સને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે.
નાગરિકોના ડેટાની સુરક્ષા માટે લેવાયું પગલું
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા ચીનની 28 લોન આપતી એપની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આવી 94 એપ્સ ઈ-સ્ટોર પર હાજર છે અને કોઈપણ અન્ય થર્ડ પાર્ટી લિંક દ્વારા કામ કરી રહી છે. આ એપ્સ, જે ઘણીવાર લોકોને મોટા પાયે દેવામાં ફસાવવા માટે જાળ ગોઠવે છે. તેનો જાસૂસી અને પ્રચારના સાધનો તરીકે પણ દુરુપયોગ થઈ શકે છે.આ સિવાય ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષા પણ જોખમમાં આવી શકે છે. જેથી તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો તેમજ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું. આ એપ્સ દેશની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થાય તે પહેલા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ એપ્સને ‘ઈમરજન્સી બ્લોક’ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.
આ પણ વાંચો : આ ફેમસ ટીવી એક્ટ્રેસની કારને નડ્યો અકસ્માત, બસે મારી જોરદાર ટક્કર