ગુજરાત: સમલૈંગીકોની એપથી યુવાનને અન્ય સાથે સંપર્ક કરવો ભારે પડ્યો


- મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી
- ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી
- પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી
ગુજરાતના રાજકોટ શહેરમાં સમલૈંગીકોની એપથી યુવાનને અન્ય સાથે સંપર્ક કરવો ભારે પડ્યો છે. જેમાં શહેરમાં સમલૈંગીકોની એપ મારફત સંપર્કમાં આવેલા બે શખ્સોએ યુવાનને આવવારું જગ્યાએ લઈ જઈ તેનો મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાઈ છે.
ઘટનાને આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી
ઘટનાને આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. મૂળ જામનગર પંથકના અને હાલ રાજકોટમાં રહેતાં ઋત્વીક નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે હાલ પાયલ નામના વ્યંઢળ સાથે રહે છે. સમલૈંગીક સંબંધ માટેની એક એપ મારફત થોડા સમય પહેલાં રદ્ર નામના યુવાનના સંપર્કમાં આવ્યો હતો. જેની સાથે મોબાઈલમાં અવારનવાર વાતચીત થતી હતી.
ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી
સાંજે તે નોકરી પર હતો ત્યારે રદ્રએ સમલૈંગીક સંબંધ માટે કોલ કર્યો હતો. તેણે હા પાડતાં બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવ્યો હતો. જયાં પહોંચતાં રદ્ર સાથે તેનો મિત્ર રાજદિપ પણ હાજર હતો. બંનેએ તેને બાઈક વચ્ચે બેસાડી દીધો હતો. બંને આરોપીઓ તેને લઈ મુંજકા ચોકડી નજીકના ખુલ્લા મેદાન નજીકની આવવારું જગ્યાએ લઈ ગયા હતા. જયાં તેને ગડદાપાટુનો માર મારી રૂ. 10000 ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ.1,000 ની રોકડ પડાવી લીધી હતી. ત્યાર પછી તેને બાઈકમાં બેસાડી કટારીયા ચોકડી તરફ જતાં હતા ત્યારે બાઈકની સ્પીડ ઓછી થતાં જ તેણે તેમાંથી કૂદકો મારી દીધો હતો. જેને કારણે સામાન્ય ઈજા થઈ હતી. જેની જાતે જ સારવાર લીધી હતી. આ પછી મિત્રોને વાત કર્યા બાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયા 100 કરોડના પ્રતિબંધિત તરબૂચના બીજ