ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકારે વીજદરમાં કર્યા ફેરફાર ; દિવસે વીજળી સસ્તી તો રાત્રે મોંઘી

નવી દિલ્હી: એકાદ વર્ષમાં રાત કરતા દિવસે પંખા-એસી ચાલું રાખવાનું સસ્તુ પડશે કારણ કે કેન્દ્ર સરકારે વીજદરમાં ફેરફાર કર્યા છે. સરકારે પોતાના નવા વીજદરમાં સ્માર્ટનીતિ અપનાવી છે. આ સ્માર્ટનીતિ હેઠળ દિવસે વીજળી સસ્તી પડશે અને રાત્રે મોંઘી પડશે. એટલે કે દિવસે લાઇટ-પંખા એસી ચલાવશો તેના કારણે રાત્રે ચલાવવા વધારે મોંઘા પડશે. સરકારના નવી નીતિ હેઠળ ટાઈમ ઓફ ડે (ટીઓડી) ટેરિફ હેઠળ દેશભરના વીજવપરાશકારો પાસેથી સમય પ્રમાણે દર વસૂલવામાં આવશે. આમ દિવસના ચોવીસ કલાક વીજદર એકસરખા રહેશે નહીં. જૂદા-જૂદા સમયે તેના વીજદર બદલાતા રહેશે.

નવા ફેરફાર પ્રમાણે સૌરકલાકો (દિવસના 8 કલાક)નો દર સામાન્ય દર કરતાં 10થી 20 ટકા ઓછો રહેશે જ્યારે પિક અવર્સ (વ્યસ્ત સમય)માં દર 10થી 20 ટકા વધારે રહેશે.

10 કિલોવોટ અથવા વધુ વીજમાગ ધરાવતા વાણિજ્યિક વપરાશકારો માટે ટીઓડી પ્લાન એપ્રિલ 2024થી લાગુ થશે. ખેતી સિવાયના અન્ય ઉપયોગકર્તાઓ માટે આ દર પરિવર્તન એપ્રિલ 2025થી લાગુ થશે. આ માટે સ્માર્ટ મીટર લગાડવા પડશે. ત્યાર પછી જ ટીઓડી પ્રમાણે બિલિંગ શરૂ થઈ શકશે.

તે ઉપરાંત અન્ય એક પરિવર્તન સ્માર્ટ પરિવર્તન સ્માર્ટ મીટરિંગ નિયમોના સરળીકરણ સાથે સંકળાયેલું છે. વપરાશકર્તાઓને હેરાનગતિથી બચાવવા માટે નિર્ધારિત કરાયેલા મહત્તમ લોડથી વધુ લોડ લેવા સામેના દંડની રકમ ઘટાડી દેવાઇ છે.

આ અંગે કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે સિંહ જણાવે છે કે, વીજદરની નવી વ્યવસ્થા વપરાશકારોની સાથેસાથે વીજવ્યવસ્થા માટે પણ ફાયદાનો સોદો રહેશે. તેમાં વ્યસ્ત કલાકો અને સામાન્ય કલાકો માટે અલગ-અલગ દર છે. વપરાશકારો જાગૃત્તા અને જરૂરિયાત પ્રમાણેના વીજવપરાશથી બિલની રકમ ઘટાડી શકાશે. દિવસે વીજળી ઉપન્ન કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરાતો હોય છે અને એ સસ્તી હોવાથી દર ઓછો છે.

સરકારના કેટલાક અજીબો-ગરીબ તર્ક: વીજળી મોંઘી મળાવાના કારણે બચતની ટેવ પડશે

1. વ્યસ્ત કલાકોમાં વીજવપરાશકર્તાઓ વીજળીની વધુ જરૂર હોય તેવા કામો કરવાનું ટાળશે.
2. સૌર કલાકો (દિવસના આઠ કલાક) દરમિયાન વીજવપરાશનું આયોજન કરીને બિલમાં 20 ટકા સુધીની બચત કરી શકાશે.
3. દૂરથી પણ રીડિંગ કરીને લોડનું અનુમાન લગાવી શકવાની ટીઓડી મીટરિંગની ખાસિયતના કારણે વીજચોરી અટકશે.
4. નવી વ્યવસ્થાથી વીજબિલમાં નિયંત્રણ મૂકી શકાશે. દિવસમાં વીજળી સસ્તી અને રાત્રે મોંઘી મળવાના કારણે લોકોને બચતની ટેવ પડશે.

આ પણ વાંચો-વેગનર ચીફનો દાવો, ‘યુનિટને મોસ્કો તરફ મોકલવામાં આવ્યું છે, રશિયાના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા’

Back to top button