કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વધાર્યો વિન્ડફોલ ટેક્સ, જાણો શું છે Windfall Tax?
નવી દિલ્હી, 03 જાન્યુઆરી : સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ફરીથી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે શનિવારે કાચા તેલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. હવે ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન 3,200 રૂપિયાના દરે વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવશે. નવા દરો આજ 3 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. અગાઉ કાચા તેલ પર 1700 રૂપિયા પ્રતિ ટન વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવતો હતો.
ડીઝલ-પેટ્રોલ પર ઝીરો ટેક્સ
જ્યારે ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ મામલે સરકારે વિન્ડફોલ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. ડીઝલ, પેટ્રોલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સનો દર શૂન્ય હતો. જે આગામી અપડેટ સુધી આ વિન્ડફોલ ટેક્સ દર શૂન્ય રહેશે.
વિન્ડફોલ ટેક્સ શું છે?
વિન્ડફોલ ટેક્સ એ એક પ્રકારની એડિશનલ કસ્ટમ ડ્યુટી છે. જેના દ્વારા સરકાર ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના વેપારમાંથી જંગી નફો મેળવતી કંપનીઓ પાસેથી અમુક હિસ્સો તે સરકારની તિજોરીમાં જમા કરાવે છે. છેલ્લા દોઢ વર્ષથી વૈશ્વિક ઉર્જા વેપારમાં આવેલી વધઘટને ધ્યાનમાં રાખીને ઘણા દેશો ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લગાવી રહ્યા છે.
દર બે અઠવાડિયે ફેરફારો
ભારતમાં સરકારે જુલાઈ 2022માં ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. ક્રૂડ ઓઈલ ઉત્પાદકો ઉપરાંત સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઈંધણની નિકાસ પર પણ વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. સરકાર દર બે અઠવાડિયે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. અગાઉ, 16 જાન્યુઆરીએ કરવામાં આવેલા ફેરફારોમાં કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે તેને ઘટાડીને રૂ.1,700 પ્રતિ ટન કર્યો હતો. જ્યારે ડીઝલ, પેટ્રોલ અને એટીએફ પર ઝીરો વિન્ડફોલ ટેક્સ રાખવામાં આવ્યો હતો.
સંતુલન કેમ ખોરવાયું?
ફેબ્રુઆરી 2022માં પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઊર્જા બજારનું સંતુલન ખોરવાઈ ગયું છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જેમાં ઊર્જા એટલે કે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી પરના નિયંત્રણો પણ સામેલ છે. જ્યારે ભારત જેવા દેશોની કંપનીઓને આનો ફાયદો થયો છે.
ઓઈલ કંપનીઓ આ રીતે નફો મેળવે છે
આર્થિક પ્રતિબંધોને કારણે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, વધુ નફો મેળવવા માટે ઘણી ભારતીય કંપનીઓએ સ્થાનિક બજારને બદલે ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેની નિકાસ કરવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો : ચોખાના વેપારીઓએ હવેથી સ્ટૉક સરકારી પોર્ટલ પર જાહેર કરવાનો રહેશે