ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકારે 2018-19થી અત્યાર સુધી પ્રચાર પર લગભગ ₹3100 કરોડથી વધારે ખર્ચ્યા

નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે (27 જુલાઈ) રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારે સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશન્સ દ્વારા 2022-23માં તેની યોજનાઓના પ્રચાર પર 408.46 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઠાકુરે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે વિવિધ મીડિયા વાહનો દ્વારા 2018-19માં પ્રચાર પર 1,179.17 કરોડ રૂપિયા અને 2019-20માં 708.18 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં યોજાઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે પ્રચાર અને જાગૃતિ પહેલો પર સરકારનો ખર્ચ 2020-21માં રૂ. 409.47 કરોડ હતો, ત્યારબાદ 2021-22માં રૂ. 315.98 કરોડ હતો.

ઠાકુરે કહ્યું કે 13 જુલાઈ, 2023 સુધી 2023-24માં ઝુંબેશ પર 43.16 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રીતે 2018-19થી અત્યાર સુધીમાં કુલ 3,100.42 કરોડ રૂપિયા પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા છે.

આ પણ વાંચો- 2019થી 2021 સુધીમાં દેશભરમાંથી 10 લાખથી વધુ મહિલાઓ ગુમ: NCRB

મંત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર તૃતીય-પક્ષ એજન્સીએ 722 જિલ્લાઓને આવરી લેતા સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશન્સ દ્વારા ચલાવવામાં આવેલા મલ્ટીમીડિયા ઝુંબેશોનો અખિલ-ભારત સર્વેક્ષણ/અસર આકારણી અભ્યાસ હાથ ધર્યો છે.

ઠાકુરે જણાવ્યું હતું કે, લક્ષિત માહિતીના પ્રસાર માટે અસરકારક સંચાર વ્યૂહરચનાઓનું આયોજન કરવામાં અને છેલ્લા માઈલની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં અભ્યાસના તારણો ખૂબ જ ઉપયોગી છે.

નોંધનીય છે કે ડિસેમ્બર 2022માં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સ (કમ્યુનિકેશન્સ બ્યુરો) દ્વારા તેની નીતિઓ અને કાર્યક્રમોની જાહેરાત પર 3,723.38 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

નોંધનીય છે કે વર્ષ 2020માં એક RTI અરજીના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે 2019-20 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાતો પર સરેરાશ 1.95 કરોડ રૂપિયા પ્રતિદિવસ ખર્ચવામાં આવ્યા છે.

આ પણ વાંચો-શું હવે સરકારી કર્મચારીઓ સરકારની ટીકા કરી શકશે નહીં? સરકારે સર્વિસ નિયમોમાં કર્યા ફેરફાર

સરકારે 2019-20માં અખબારો, ઈલેક્ટ્રોનિક મીડિયા, હોર્ડિંગ્સ વગેરે દ્વારા પોતાના પ્રચાર માટે 713.20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આમાંથી રૂ. 295.05 કરોડ પ્રિન્ટ પાછળ, રૂ. 317.05 કરોડ ઇલેક્ટ્રોનિક મીડિયા પર અને રૂ. 101.10 કરોડ આઉટડોર જાહેરાત પાછળ ખર્ચાયા હતા.

RTI અરજી પર મંત્રાલયે મે 2018માં જણાવ્યું હતું કે મોદી સરકારે જૂન 2014થી અત્યાર સુધી સરકારી જાહેરાતો પર 4,343.26 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

તત્કાલિન માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2014થી લઈને 7 ડિસેમ્બર 2018 સુધી કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓના પ્રચારમાં કુલ 5245.73 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ યુપીએ સરકારના 10 વર્ષમાં ખર્ચવામાં આવેલી કુલ રૂ. 5,040 કરોડની રકમ કરતાં વધુ છે. યુપીએ સરકારે જેટલા પૈસા દસ વર્ષમાં વાપર્યા તેટલા બીજેપીએ માત્ર ચાર વર્ષમાં જ પ્રચાર પર ખર્ચી નાંખ્યા હતા.

ડિસેમ્બર 2018માં એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે UPAની સરખામણીમાં મોદી સરકારમાં જાહેરાતો પર બમણી રકમ ખર્ચવામાં આવી છે.

આ પણ વાંચો-છેલ્લા પાંચ વર્ષમાં IIT વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ આત્મહત્યા સહિત મહત્વપૂર્ણ શોર્ટ ન્યૂઝ

Back to top button