કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને આપી ભેટ, જાણો કેટલું મળશે બોનસ?
- કેન્દ્ર સરકારે કર્મચારીઓના હિતમાં લીધો નિર્ણય
- કર્મચારીઓ માટે 30 દિવસના બોનસની જાહેરાત કરી
- તમામ કર્મચારીઓને 7000 રૂપિયા સુધીનું બોનસ મળશે
કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળો સહિત ગ્રુપ સી અને નોન-ગેઝેટેડ ગ્રુપ બી રેન્કના અધિકારીઓ માટે દિવાળી પહેલા બોનસને મંજૂરી આપી છે. નાણા મંત્રાલયે 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવા માટેની ટોચમર્યાદા ₹7,000 નક્કી કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે વર્ષ 2022-23 માટે 30 દિવસના પગારની સમકક્ષ નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ ગ્રુપ ‘C’ માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ગ્રુપ ‘B’ માં તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવશે. મહત્વનું છે કે, ઉત્પાદકતા સાથે જોડાયેલી બોનસ યોજના દ્વારા આવરી લેવામાં આવતી નથી.
The central government has approved a Diwali bonus for Group C and non-gazetted Group B rank officials, including paramilitary forces, with a maximum limit of Rs 7,000. (n/1) pic.twitter.com/IK0if6Swxh
— Press Trust of India (@PTI_News) October 17, 2023
આ ઉપરાંત, કેન્દ્ર સરકારે તેના ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C કર્મચારીઓ માટે 30 દિવસના બોનસની જાહેરાત કરી છે. તમામ કર્મચારીઓને 7000 રૂપિયા સુધીનું બોનસ મળશે. આ નિર્ણયથી લગભગ 28 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. એટલું જ નહીં, બુધવારે કેબિનેટમાં મોંઘવારી ભથ્થા વધારવા પર વિચારણા થઈ શકે છે.
The central government has approved a Diwali bonus for Group C and non-gazetted Group B rank officials, including paramilitary forces, with a maximum limit of Rs 7,000. (n/2) pic.twitter.com/qoIb9N5CPn
— Press Trust of India (@PTI_News) October 17, 2023
કેવી રીતે નક્કી થાય છે બોનસ?
કર્મચારીઓના સરેરાશ પગારના આધારે બોનસ ઉમેરવામાં આવે છે. 30 દિવસનું માસિક બોનસ લગભગ એક મહિનાના પગારની બરાબર હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીને 18000 રૂપિયા મળી રહ્યા છે, તો ગણતરીના આધારે 30 દિવસનું માસિક બોનસ લગભગ 17,763 રૂપિયા હશે. નોંધનીય બાબત એ છે કે, આવા બોનસનો લાભ તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે જેઓ 31 માર્ચ, 2023 સુધી સેવામાં છે અને જેઓએ વર્ષ 2022-23 દરમિયાન ઓછામાં ઓછા છ મહિના માટે ફરજ બજાવી હોય. આ ઉપરાંત, નિયુક્ત કામચલાઉ કર્મચારીઓને પણ આ બોનસ મળશે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે અપાશે ફરજીયાત નિવૃત્તિ