ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકારને મળ્યું ‘યુનિફોર્મ સિવિલ કોડ’ પર AAPનું સમર્થન!

હાલમાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ખુબ ચર્ચાઓ થઈ રહી છે. ઘણા રાજકીય પક્ષોએ તેના અમલ સામે વાંધો ઉઠાવ્યો છે. આ દરમિયાન સરકારને આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. AAP નેતા સંદીપ પાઠકે આ માટે BJPને સમર્થન વ્યક્ત કર્યું છે અને સરકારને સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પક્ષો સાથે મોટા પાયે બેઠક યોજીને સર્વસંમતિ સાધવી જોઈએ.

“BJPએ મોટા સ્તરે  બેઠક યોજવી જોઈએ”

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છીએ. અનુચ્છેદ 44 એ વાતનું પણ સમર્થન કરે છે કે દેશમાં UCC લાગુ થવો જોઈએ, પરંતુ આ મુદ્દો એવો છે કે તે તમામ ધર્મો અને સંપ્રદાયો સાથે સંબંધિત છે, અમે ઈચ્છીએ છીએ કે આ મુદ્દા પર મોટા પાયા પર વાત થવી જોઈએ.

આ પણ વાંચો: જો એક ઘર બે કાયદાથી ન ચાલતું હોય તો દેશ કેવી રીતે ચાલશે! UCC પર PM મોદીનું મોટું નિવેદન

UCC અંગે સર્વસંમતિ બનવી જોઈએ: AAP

તેમણે કહ્યું, “આ મુદ્દે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પક્ષો સાથે વાત કરવી જોઈએ. કેટલાક મુદ્દા એવા છે કે જે આવનારા સમયમાં પણ પલટાવી શકાય તેમ નથી, અમુક મુદ્દા એવા છે જે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આવા મૂળભૂત મુદ્દાઓ પર સરમુખત્યારશાહી માર્ગે જવું યોગ્ય નથી, તો વ્યાપક પરામર્શની જરૂર છે. અમારું (AAP)નું માનવું છે કે દરેક સાથે વાત કરીને આ અંગે સર્વસંમતિ બનવી જોઈએ.”

આ પણ વાંચો:   PM મોદીની પરિવાર અને દેશ સાથે યૂસીસીની સરખામણી અયોગ્ય: ચિદમ્બરમ

પી ચિદમ્બરમે UCC મુદ્દે BJPને ઘેરી

અગાઉ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે UCC વિશે કહ્યું હતું કે એજન્ડા આધારિત બહુમતી સરકાર તેને લોકો પર લાદી શકે નહીં કારણ કે તે લોકોને વિભાજન તરફ દોરી જશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડાપ્રધાન લોકોનું ધ્યાન બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓથી લોકનું ધ્યાન હટાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડની હિમાયત કરી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સમાજના ધ્રુવીકરણ માટે સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ અંગે શરૂ થયું હિન્દૂ – મુસ્લિમ રાજકારણ ! જાણો કોણે શું કહ્યું ?

UCC એ BJPનો ચુંટણી વખતનો વાયદો

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવા અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાંબા સમયથી ભાજપના 3 મુખ્ય ચૂંટણીના મુદ્દાઓ રહ્યા છે. કાયદા પંચે 14 જૂને UCC પર નવી પરામર્શ પ્રક્રિયા શરૂ કરી હતી અને રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દા પર જાહેર અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંગઠનો સહિત હિતધારકોના મંતવ્યો સરકારે માંગ્યા હતા.

આ પણ વાંચો: UCC: પીએમ મોદીના નિવેદન પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બોલાવી ઇમરજન્સી બેઠક

Back to top button