ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકારે મહાદેવ સહિત 22 સટ્ટાબાજી એપ પર લગાવ્યો પ્રતિબંધ

Text To Speech
  • કેન્દ્ર સરકારે ગેરકાયદે સટ્ટાબાજી સામે મોટી કાર્યવાહી કરી 
  • મહાદેવ બુક પરના દરોડા બાદ પ્રતિંબધનો લેવાયો નિર્ણય

નવી દિલ્હી: EDના અનુરોધ પર કેન્દ્ર સરકારે મહાદેવ એપ અને અન્ય 22 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY)એ મહાદેવ બુક અને ReddyAnnaPristoPro સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ્સ સામે બ્લોકિંગ આદેશ જાહેર કર્યો છે. અશ્વિની વૈષ્ણવના મંત્રાલય તરફથી જારી કરાયેલા પ્રતિબંધના આદેશ અનુસાર, ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઉપયોગમાં લેવાતી મોબાઇલ એપ્લિકેશન્સ (એપ્સ) અને વેબસાઇટ્સને પ્રતિબંધ લગાવવામાં આવશે.

આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ બુક પરના દરોડા બાદ કરવામાં આવી છે. આમાં એપના ગેરકાયદેસર સંચાલનનો ખુલાસો પણ થયો છે. કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, છત્તીસગઢ સરકાર પાસે આઈટી એક્ટની કલમ 69A હેઠળ વેબસાઈટ અને એપને બંધ કરવાની ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા છે. જોકે, તેમણે આવું કર્યું ન હતું. ભૂપેશ બઘેલની સરકારે ગેરકાયદે સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકારને કોઈ વિનંતી કરી નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાવો કર્યો છે કે મહાદેવ એપ દ્વારા સટ્ટાબાજીના સંબંધમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે EDના દરોડા પછી મહાદેવ એપના ગેરકાયદેસર ઓપરેશનનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: CM ભુપેશ બધેલને મહાદેવ App ના પ્રમોટરોએ રૂ.508 કરોડ આપ્યાનો ED નો દાવો

Back to top button