સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે કેન્દ્ર સરકારને જાહેર કરી ગાઈડલાન્સ, હવે જો ખોટી જાહેરાત કરી તો…
આજના યુગમાં ઓનલાઈન રિવ્યુ જોઈને કોઈપણ પ્રોડક્ટ ખરીદવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેની સામે મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા સેલિબ્રિટી અથવા ઇન્ફ્લુએન્સર કોઇપણ કંપની સાથે મળી તેના પ્રોડક્ટનો પ્રચાર કરે છે. આ તમામ વસ્તુથી ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રોડક્ટની જાહેરાત માટેના નિયમોની ચર્ચા કરવામાં આવી છે અને જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો તેને ભારે દંડ ભરવો પડશે.
મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પહેલીવાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના પર 10 લાખનો દંડ અને જો કોઈ વ્યક્તિ સતત આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે તેને 6 વર્ષ સુધી પ્રોડક્ટની જાહેરાત કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.
Sh. Rohit Kumar Singh, Secretary, DoCA, Govt of India chaired a Press Conference to release "Endorsements Know hows – for Celebrities, Influencers and Virtual Influencers for social media platforms. It specifies ‘WHO, WHEN And HOW TO DISCLOSE’ in any endorsement. pic.twitter.com/0I4q7sDKSS
— Consumer Affairs (@jagograhakjago) January 20, 2023
જો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કોઈપણ સામગ્રી અથવા કન્ટેન્ટનો ખોટી રીતે અથવા ગેરમાર્ગે લઇ જતી જાહેરાતમાં કરે છે, તો તેને 50 લાખ રૂપિયાનો દંડનું પ્રાવધાન રાખવામાં આવ્યું, જો કે પ્રથમ વખત આ દંડ 10 લાખ રૂપિયા છે, પરંતુ આ ભૂલ જો સતત થશે તો તેના માટે આ દંડની રકમ 50 લાખ રૂપિયા ભરવી પડી શકે છે. જો કોઈ મોટી સેલિબ્રિટી વસ્તુનું પ્રમોશન કરે છે તો તે સાચું જ હશે. આ કાયદો ઈન્ફ્લુએન્સરમી જવાબદેહી નક્કી કરવા માટે છે.
જાહેરાત કરતી વખતે આ નિયમોનું ધ્યાન રાખો
ગાઈડલાઈન્સ અનુસાર, કોઈપણ ઈન્ફ્લુએન્સરને કંપનીની જાહેરાત કરતી વખતે આ વાત પોતાની જાહેરાતમાં જણાવવી પડશે. આ સાથે જાહેરાતમાં આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ. આ ઉપરાંત ઈન્ફ્લુએન્સર લોકો પર પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરી શકતા નથી. મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2025 સુધીમાં ભારતનું ઈન્ફ્લુએન્સર માર્કેટ 2800 કરોડનું થઈ શકે છે.
ગાઈડલાઈન્સ હાઇલાઇટ્સ
- ઈન્ફ્લુએન્સર માત્ર એવા પ્રોડક્ટનો જ પ્રચાર કરી શકશે જેનો તે ઉપયોગ કરે છે.
- જાહેરાતમાં જણાવવાનું કે તેને આ પ્રોડક્ટ પ્રમોશન માટે ફ્રીમાં મળી છે.
- ઈન્ફ્લુએન્સરને લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન ડિસ્ક્લેમર પણ આપવા પડશે.
- સોશિયલ મીડિયા પર જાહેરાત કરતી વખતે સેલિબ્રિટીઓએ પણ આ તમામ નિયમોનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો : Chat GPT શું છે? શા માટે તેની પર લાગી રહ્યો છે હિંદુ ધર્મના અપમાનનો આક્ષેપ?