કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

કેન્દ્ર સરકાર 22 વર્ષ જૂના આઈ.ટી. એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે : રાજીવ ચંદ્રશેખર

Text To Speech

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં આત્મીય યુનિવર્સિટી ખાતે ’ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા : ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 22 વર્ષ જૂના આઈ.ટી. એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતે 1995માં કરેલા ટેલિકોમ સ્ટાર્ટ અપની વાત કરીને યુવકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, પહેલાના સમય કરતાં આજે સ્ટાર્ટઅપ માટે ખૂબ અનુકૂળ વાતાવરણ બન્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : રૂ.25 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નંખાશે

વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત

વધુમાં તેઓએ કહ્યું હતું કે, ટેકેડ એટલે ટેકનોલોજી દ્વારા વિકાસની તકોનું દશક. આ દાયકો ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દાયકાઓ પહેલા મોટા મોટા ઉદ્યોગપતિ પરિવારો સુધી મૂડી અને અવસરો ઉપલબ્ધ હતા. હવે અવસરો અને મૂડીનું લોકશાહીકરણ થયું છે. 100થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ અને 75 હજારથી વધુ સ્ટાર્ટઅપ દ્વારા નવા નવા સાહસિકો પોતાના બળે આગળ આવ્યા છે. બાદમાં મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે સ્કીલ કોર્સિસ દ્વારા સ્કીલ ડેવલપ પણ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે આઈ-હબનાં સીઇઓ હિરન્મય મહંતાએ સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું હતું કે, ગવર્મેન્ટ, જીઓગ્રાફિકલ ઇન્કલુઝન, જેન્ડર, ગ્રાસ રૂટ ઇનોવેશન, જનરેશન નેક્સ્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના 5જી સ્પેક્ટ્રમ પર અમે કામ કરી રહ્યા છીએ. સરકારના અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :  એડીશનલ કમિશ્નર IRS અધિકારી લાંચ લેતાં ઝડપાયા : ACBની પકડમાંથી ધક્કામુક્કી કરી નાસી ગયાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કર્યું સ્વાગત

કાર્યક્રમ પહેલા મંત્રીએ વિવિધ કોલેજના સ્ટાર્ટઅપ બૂથની મુલાકાત લીધી હતી. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત બાદ શાલ, પુસ્તક અને મોમેન્ટો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ અવસરે મંત્રી અને મહાનુભાવો દ્વારા સ્ટાર્ટઅપ્સ કરનારા યુવા સાહસિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગર પાલિકાના મેયર પ્રદીપ ડવ, અગ્રણી કમલેશ મીરાણી, આત્મીય યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવકુમાર ત્રિપાઠી, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખ, ઉદ્યોગ સાહસિકો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરીંગ કેસમાં મળ્યા જામીન પણ …

Back to top button