ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝફૂડ

ડીસામાં સેન્ટ્રલ ફૂડ વિભાગની તપાસ : શંકાસ્પદ ઘી અને એસેન્સનો મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કરાયો

Text To Speech

આગામી તહેવારોને લઇ રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ અને ડ્રગ વિભાગ એલર્ટ બની ગયું છે. ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ એસન્સનો મોટા પ્રમાણમાં જથ્થો જડપાતા ટીમે દુકાન સીલ કરી એસન્સના સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને તહેવારોને લઈ કેટલાક તત્વો વધુ નફો કમાવવાની લ્હાયમાં અખાર્ધ ચીજ વસ્તુઓનું વેચાણ કરી લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે તહેવારોમાં આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ગુજરાત રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ અને ડ્રગ વિભાગ સાબદુ બન્યું છે.

સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા

જેમાં ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના ડીસામાં પણ ગેરકાયદેસર રીતે એસન્સનું વેચાણ કરતા નિલેશ ચોખાવાલાની દુકાનમાં દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રીસાલા બજાર પાસે આવેલ નિલેશ ચોખાવાલાની દુકાનમાં તપાસ હાથ ધરતા શંકાસ્પદ એસન્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેમને તરત જ એસન્સના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ થઈ હતી અને અલગ અલગ 10 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

એસન્સના જથ્થાને સિઝ કરી દુકાનને પણ સીલ કરી

આ એસન્સ મીઠાઈ સહિત અનેક પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓમાં ફ્લેવર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઘી અને તેલમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તે શરીર માટે ખુબજ હાનિકારક હોય છે.જેથી ફૂડ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં એસન્સના જથ્થાને સિઝ કરી દુકાનને પણ સીલ કરી હતી. અત્યાર સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય એટલે કે ગાંધીનગર સુધીની જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો આવી તપાસ થતી હતી પરંતુ આ વખતે સેન્ટ્રલ ફૂડ એન્ડ વિભાગની ટીમના દરોડા પડતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Back to top button