ગુજરાતનેશનલ

ગુજરાતમાં બિપરજોયની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8,000 કરોડની યોજના જાહેર

Text To Speech

ગુજરાતમાં બિપરજોયની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર કરી છે. આજે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક યોજી હતી. જે બાદ કુદરતી આપદા માટે કેન્દ્ર સરકારે આ મોટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજના જાહેર કરી છે.

8,000 કરોડ રૂપિયાથી વધુની ત્રણ મોટી યોજનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8,000 કરોડ રૂપિયાથી વધુની ત્રણ મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. કેન્દ્રએ આગ, પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવા 3 મોટી યોજનાઓની જાહેરાત કરી છે. તેમાં રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.વિજ્ઞાન ભવન ખાતે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન વિભાગો સાથેની બેઠકની અધ્યક્ષતા કરતાં ગૃહ પ્રધાને કહ્યું, “રાજ્યોમાં અગ્નિશમન સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે રૂ. 5,000 કરોડનો કુલ પ્રોજેક્ટ જાહેર કરાયો છે.

સાત મોટા શહેરો માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ

શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે સાત સૌથી વધુ વસ્તી ધરાવતા મહાનગરો મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પૂણે માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ અને ભૂસ્ખલન શમન માટે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂ. 825 કરોડનો પ્રોજેક્ટ નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશન પ્લાન સામેલ છે.

નવ વર્ષમાં કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે. આ વાતને કોઈ નકારી શકે નહીં. પરંતુ આપણે સંતુષ્ટ ન હોઈ શકીએ કારણ કે આફતોએ તેમનું સ્વરુપ બદલ્યું છે આપણે વધુ વ્યાપક આયોજન કરવું પડશે. જે રાજ્યોમાં પરમાણુ ઉર્જા મથકો સ્થાપવામાં આવી રહ્યા છે તેમને કોઈપણ કટોકટીની સ્થિતિમાં અનુસરવા માટે કડક પ્રોટોકોલ આપવામાં આવ્યો છે.

 આ પણ વાંચો : હવામાન વિભાગની નવી આગાહી : બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાત’માં ફેરવાયું

Back to top button