ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીપંચમાં નિયુક્તિના કોર્ટ કેસ પાછળ રાજકીય વિવાદનો આશય હોવાની કેન્દ્રની રજૂઆત

Text To Speech

નવી દિલ્હી, 20 માર્ચ: કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી ચૂંટણી કમિશનર એક્ટ પર સ્ટે માંગતી અરજીઓનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને રાજકીય વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ કાયદા પર સ્ટે માંગતી અરજીઓનો વિરોધ કરતા કહ્યું છે કે, ચૂંટણી પંચ અથવા અન્ય કોઈ સંસ્થા કે સત્તાની સ્વતંત્રતાનો પ્રશ્ન ઊભો થતો નથી અને આ પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યની હાજરીનું કોઈ કારણ છે.

સોગંદનામામાં શું કહેવામાં આવ્યું?

138 પાનાંના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ‘અસમર્થિત’ અને ‘અયોગ્ય’ નિવેદનોના આધારે રાજકીય વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં કેન્દ્રએ કહ્યું હતું કે પસંદગી સમિતિમાં ન્યાયાધીશો હોય ત્યારે જ પંચ સ્વતંત્ર રહેશે તેવી દલીલ ખોટી છે. ચૂંટણી કમિશનરની લાયકાત પર કોઈ પ્રશ્ન નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટને અરજી ફગાવી દેવા વિનંતી કરી હતી. એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ, 2023 ચૂંટણી પંચની ઉચ્ચ બંધારણીય સંસ્થાનું રક્ષણ કરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં નિર્ધારિત સિદ્ધાંતોનું પાલન કરીને કમિશનની કામગીરી માટે વધુ લોકશાહી અને સહભાગી વૈધાનિક પદ્ધતિ બનાવે છે.

ચૂંટણી કમિશનરોની નિમણૂક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી 

મહત્ત્વનું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં CEC એક્ટ, 2023ની જોગવાઈઓને પડકારવામાં આવી છે. તેમજ કલમ 7 અને 8 હેઠળ CEC-ECની નિમણૂક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની જાહેરાતના થોડા દિવસ પહેલા 9 માર્ચે રાજીનામું આપી દીધું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 16 માર્ચે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી હતી.

આ પણ વાંચો: CAA પર કોઈ રોક નહીં: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

Back to top button