નેશનલ

બોગસ આધારકાર્ડને રોકવા કેન્દ્રએ જારી કરી નવી પોલિસી, હવે આ પુરાવા નહી હોય તો આધારકાર્ડ થશે રદ

આધારકાર્ડ એ ખૂબ જ ઉપયોગી બની ગયું છે ત્યારે કેટલાક લોકો દ્વારા બોગસ આધારકાર્ડ બનાવવામાં આવતું હોવાના કિસ્સા સામે આવતા હવે કેન્દ્ર સરકારે આ મામલે પગલા લીધા છે. અને હવેથી બોગસ આધારકાર્ડ ન બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 27 જાન્યુઆરી-2023થી નવી નીતિ અમલમાં લાવવામાં આવી છે.

આધારકાર્ડને લઈને નવી નીતિ અમલમાં મુકી

કેન્દ્ર સરકાર દ્વારા બોગસ બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા માટે નવી નીતિ અમલમાં મુકવામા આવી છે. જે અંતર્ગત હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે. અને નવુ આધારકાર્ડ કઢાવવા અથવા આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર,ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં.

27જાન્યુઆરીથી અમલમાં આવી

બોગસ આધારકાર્ડ બનતા રોકવા માટે કેન્દ્ર સરકારે આ પગલા લીધા છે. જે અંતર્ગત ભારત સરકારની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના નોંધણી અને અપડેટ વિભાગ દ્વારા 25 જાન્યુઆરી-2023થી નવા આધારકાર્ડ કાઢવા અને આધારકાર્ડમાં સુધારા કરવા અંગે નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે. આ નવી નિતીનો દેશવ્યાપી અમલ 27જાન્યુઆરી-2023થી શરુ કરી દેવામાં આવ્યો. હવેથી નવી જાહેર કરવામાં આવેલી પોલીસી પ્રમાણે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી નહીં હોય તો ભારત સરકાર કાર્યવાહી રદ કરશે તેમજ ઓપરેટર પાસેથી રુપિયા એક હજારથી દસ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે.

આધાર કાર્ડ માટે પોલીસી-HUMDEKHENGENEWS

નવુ આધાર કાર્ડ મેળવવા માટે આ પુરાવા આપવા પડશે

ઓળખ ,સરનામાનાં અને જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય ભારતીય પાસપોર્ટ, ફોટાવાળુ રેશનકાર્ડ, માન્ય ભારતીય ડ્રાઈવીંગ લાઈસન્સ, પાનકાર્ડ આ તમામમાં ફોટો દેખાવવો જરુરી છે.આ તમામ ઓળખના પુરાવા તરિકે માન્ય રહેશે પરંતુ તેની સાથે સરનામાનાં પુરાવા તરીકે રેશનકાર્ડ અથવા ઈલેકશન કાર્ડ અથવા ભારત સરકાર દ્વારા બતાવેલ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ જેમાં સંસદસભ્ય,ધારાસભ્ય,કોર્પોરેટર કે કલાસ-વન ગેઝેટેડ ઓફિસરે આપેલુ સર્ટિફિકેટ રજૂ કરવાનુ રહેશે.

પાંચ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકો માટે આ લાગુ પડશે

આધારકાર્ડમાં સુધારા માટે આ પુરાવા માન્ય ગણાશે

આધારકાર્ડમાં નામ,સરનામા,જન્મ તારીખમાં સુધારા માટે માન્ય ભારતીય પાસપોર્ટ અને ફકત નામમાં સુધારો કરવા માટે પાનકાર્ડ આપવુ પડશે. જ્યારે નામ અને સરનામામાં સુધારો કરવા માટે ફોટાવાળુ રેશનકાર્ડ આપવાનું રહેશે. તેમજ નામ અને સરનામામાં સુધારો કરવા માટે ચૂંટણી કાર્ડ આપવાનું રહેશે. અને માત્ર નામમાં સુધારો કરવા માટે માન્ય ભારતીય લાઈસન્સ આપવાનું રહેશે.

આ પણ વાંચો : 22 વર્ષ પછી ફરી કચ્છમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકા,લોકો થયા ભયભીત

Back to top button