ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો, રાજ્યમાં હવે 3 ઈન્ટરનેશનલ એરપોર્ટ થયા

Text To Speech

સુરત, 31 જાન્યુઆરી 2024, કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. હવે ગુજરાત પાસે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ હતી.

ધોલેરામાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે
કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપતાં હવે હીરા વેપારીઓ અને અન્ય ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે.સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં સુરત પહેલા અમદાવાદ અને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. હાલ ધોલેરામાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે.

સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો
ગત 17મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતની જનતા,અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી છે. ડાયમંડ બુર્સની સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હવે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે.

આ પણ વાંચોઃગુજરાતમાં ઘરો પર સોલાર રૂફટોપ લાગશે, સરકાર આગામી બજેટમાં કરશે જાહેરાત

Back to top button