કેન્દ્ર અને ગુજરાત સરકારે હરહંમેશ ખેડૂતો ની ચિંતા કરી છે: કીર્તિસિંહ વાઘેલા


પાલનપુર: કેન્દ્ર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહંમેશ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ને દુર કરવા પડખે ઉભી રહી ખેડૂતોની ચિંતા દુર કરી છે, તેમ ડીસા ખાતે એપીએમસી ચૂંટણી અંતર્ગત યોજાયેલા ખેડૂત સંમેલનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું.
ડીસા એપીએમસી ચૂંટણી અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું
ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ડીસાના સંચાલક મંડળની 16 બેઠકો પૈકી ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત તેમની પેનલ ના બે ખરીદ વેચાણ (તેલીબિયા) અને ચાર વેપારી મળી કુલ છ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બાદ ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.
ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલ ને વિજેતા બનાવવા સહકારી આગેવાનો ની હાકલ
ત્યારે ગુરૂવારે ડીસા આખોલ ચાર રસ્તા સ્થિત જી.એસ. કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, જીલ્લા મહામંત્રી કનુભાઈ જોષી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મગનલાલ માળી, અમૃતભાઈ દવે સહિત રાજકીય અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિભાગના ઉમેદવારોના સમર્થનમાં ખેડૂત સંમેલન યોજાયું હતું અને સૌએ ભાજપ પેનલને જંગી બહુમતી સાથે વિજેતા બનાવવા હાકલ કરી હતી.
આ પણ વાંચો :અસદ અહેમદના એન્કાઉન્ટરની પ્રથમ તસવીર આવી સામે