અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખ્યાતિકાંડ: 9મો આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ ACPએ કર્યા ખુલાસા જાણો શું કહ્યું

Text To Speech

18 જાન્યુઆરી 2025 અમદાવાદ; ખ્યાતીકાંડના મુખ્ય આરોપી તથા ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની શુક્રવારે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. સતત બે મહિના સુધી ન્યૂઝીલેન્ડથી દુબઈ અનેકો હોટલમાં રોકાયો હતો. જે અંગે એસીપી ભરત પટેલે ઘણાં ખુલાસા કર્યા છે.

9મો આરોપી ઝડપાયો, ન્યૂઝીલેન્ડથી દુબઈ સુધી ભાગ્યો
એસીપી ભરત પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ આઠ આરોપી ઝડપાઈ ગયા છે અને આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ફરાર હતો. તે એક દેશથી બીજા દેશ ભાગતો ફરતો હતો. ખાસ કરીને તેની પત્ની બીમાર પડી હતી જેની સારવાર માટે કાર્તિક પટેલે ત્રણ નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને તે બાદ 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો. અને બે મહિના સુધી હોટલોમાં રોકાયો હતો. પરંતુ પત્નીની તબિયત વધુ બગડતા અમદાવાદ પહોંચ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો.

કોરોના વખતે બેડ ન મળતા હોસ્પિટલ બનાવવાનો વિચાર
ACP ભરત પટેલે ઉમેર્યું હતું કે પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે કે કાર્તિક પટેલે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિશ્વ કેતુ, વિભાગ વન અને ટુ, વિશ્વસેતુ, ગ્રીનેશિયા, વિશ્વાસ, ગ્રીન ઓરા, ગ્રીન એરા, શુભકામના વગેરેથી અલગ અલગ સ્કીમો બનાવી છે. તેના શરૂઆતના તબક્કાની વાત કરીએ તો 1985માં કાર્તિક પટેલે પોતાના ઘરેથી વિડિયો કેસેટ લાઇબ્રેરી બનાવી વિડીયો કેસેટ ભાડે આપવાના વ્યવસાયથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ખાસ કરીને પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું વિચાર આવતા ખ્યાતિ હોસ્પિટલ બનાવી હતી.

Back to top button