જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્વારા શરદોત્સવની ઉજવણી

જામનગર, 18 ઑક્ટોબર, 2024: જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્વારા સંસ્થાના પરિવારજનો સાથે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી. આ આયોજન સાથે સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવા માટે પહેલ કરવામાં આવી. શરદોત્સવની ઉજવણી પરિવારજનો સાથે કરી તેમજ પોસ્ટ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેની ક્લિનિક બનવવા માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું.

રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્વારા સામાજીક ક્ષેત્રે સેવાકીય કાર્ય માટે હંમેશ પ્રયત્નશીલ હોય છે. રોટરી કલબ ઓફ છોટીકાશીના પ્રમુખ જાણીતા ડેન્ટીસ્ટ ડૉ. બ્રિજેશ રૂપારેલિયાએ જણાવ્યું કે શરદોત્સવની ઉજવણી સાથે પણ સેવાકીય કાર્ય માટે પહેલ કરી હતી. સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પીટલના સહયોગથી પોસ્ટ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેની ક્લિનિક તૈયાર કરવામાં આવશે. જે માટે જરૂરી ફંડ એકત્ર કરવામાં આવે છે. નવરાત્રી ઉત્સવ બાદ પરિવારજનો, સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો અને આમંત્રિત મહેમાનો સહિત કુલ અંદાજે 750 જેટલા લોકો સાથે મળીને શરદોત્સવની ઉજવણી કરી. તારીખ 16 ઓકટોબર બુધવારે રાત્રે આશીર્વાદ કલબ રીસોર્ટના વિશાળ મૈદાનમાં પ્રોજેકટ ચેરમેન સંદિપ ગણાત્રા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

શરદોત્સવની રાતલડીના રાસોત્સવની સાથે દુધપૌંવાના સ્વાદની પણ પરિવાર સાથે મજા માણી હતી. ડીજે કિશન દ્વારા સંગીતના સુરો સાથે પરાગ વોરાના એન્કરીંગની સેવા આપી હતી. શરદોત્સવમાં ખૈલેયાઓ, સંસ્થાના સભ્યો, પરિવારજનો અને મહેમાનોએ રાસોત્સવની મોજ માણી હતી. હમીરભાઈ ઓડેદરા દ્વારા વિશાળ મૈદાનમાં જરૂરી વ્યવસ્થાઓ તેમજ ખાસ ત્રણ સેલ્ફીઝોન તૈયાર કરવામાં આવ્યા હતા. શરદોત્સવમાં પંચિયા રાસ, હિચ, ડાકલા, ટેટુડો, શેરી સ્ટાઈલ, મંડળીરાસ, ફ્રીસ્ટાઈલ સહિતના રાઉન્ડમાં ગરબાની મોજ માણી હતી. સંસ્થા દ્વારા મેગા પ્રીન્સ, પ્રીન્સેસ તેમજ દરેક રાઉન્ડના ઈનામ, વેલ ડ્રેસ સહિતનાં ઈનામો આપવામાં આવ્યાં હતાં. આ શરદોત્સવ કાર્યકમમાં નિર્ણાયક તરીકે અંકિતા પરાગ વોરા, કૌશિક તકતાણી, અને ચાંદની નાગડાએ સેવા બજાવી હતી. સંસ્થાના સક્રિય કાર્યકર જસ્મીન પટેલ, અલ્પેશ ઉપાધ્યાય, પરીન ગોકાણી સહિતના કાર્યકરો છેલ્લા 15 દિવસથી આ કાર્યકમ માટેની તૈયારી કરી હતી. શરદોત્સવમાં મેગા પ્રીન્સ કેતન આહીર અને મેગા પ્રીન્સેસ નયનાને સંસ્થા દ્વારા ગોવાની ત્રણ દિવસ અને બે રાત્રીની ટ્રીપનું ટુર પેકેજનું ઈનામ આપવામાં આવ્યું.
આ પણ વાંચોઃ રાજ્યના ખંડ સમયના પ્રાધ્યાપકોની પીડા ગાંધીનગર સુધી પહોંચતી કેમ નથી?